Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના ચાંચવેલમાં રખડતા શ્વાનનો બાળક પર હુમલો, માથા-મોઢે બચકાં ભરતાં ગંભીર ઈજા : માતા આંગણામાં સફાઈ કરી રહી હતી ત્યારે બાળક પર શ્વાન ત્રાટક્યું; હુમલાની ઘટના CCTVમાં કેદ થતાં ગામમાં ફફડાટ

Share

 

વાગરા:

Advertisement

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં રખડતા શ્વાનના ત્રાસની ગંભીર ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં માતાની નજીક રમી રહેલા બાળક પર શ્વાને અચાનક હુમલો કરી માથા અને મોઢાના ભાગે બચકાં ભરતાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવતાં ગામમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, બાળકની માતા ઘરના આંગણામાં સફાઈ કરી રહી હતી, જ્યારે બાળક નજીકમાં રમી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એક રખડતું શ્વાન બાળક પર ત્રાટક્યું હતું અને તેને માથા તથા મોઢાના ભાગે બચકાં ભર્યાં હતાં. શ્વાનના અચાનક હુમલાથી માતા ગભરાઈ ગઈ હતી, પરંતુ બાળકને બચાવવા તાત્કાલિક દોડી આવી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

બાળક પર થયેલા હુમલાના CCTV ફૂટેજ સામે આવતાં રખડતા શ્વાનોના વધતા ત્રાસનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. રહેણાક વિસ્તારોમાં રખડતા શ્વાનોની અવરજવરથી બાળકો અને સ્થાનિક રહીશોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.

ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને નિયંત્રિત કરવા અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માગ કરવામાં આવી રહી છે. હવે સંબંધિત તંત્ર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે શું કાર્યવાહી કરે છે તેના પર ગ્રામજનોની નજર છે.


Share

Related posts

*આજરોજ અંકલેશ્વર તાલુકાના ખુશાલી ઉછાલી ગામ પંચાયત સમરસ થઈ*

ProudOfGujarat

સુરત : છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં આજોલી ગામે નવી વસાહત વિસ્તારમાં ધર આંગણે બાંધેલ પાડી ઉપર દીપડાનો હુમલો. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!