Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 અને 5 માં આરસીસી રોડ અને પેવર બ્લોકનું કરાયું ખાતમુહૂર્ત.

Share

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની જનતાના સુખાકારી માટે વિવિધ યોજનાઓનો લાભ નગરપાલિકામાં આવતા દરેક વોર્ડમાં સુધી પહોચે તે હેતુથી સરકાર અને નગરપાલિકાના ગ્રાન્ટમાંથી જનતાને મળવાપાત્ર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે નગરપાલિકા દ્વારા રોડ રસ્તા સહિતની કામગીરીઓ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના આવેલા વોર્ડ નંબર 2 હરીનગર વિસ્તારમાં અને વોર્ડ નંબર 5 ના ગુજરાત હાઉસિંગ બોર્ડના હસ્તી તળાવ વિસ્તારમાં રૂપિયા દસ લાખના ઉપરાંતના ખર્ચે પેવર બ્લોક અને આરસીસી રોડનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રભાઈ, વિરલ બેન, શિલ્પાબેન, ભાવેશભાઈ સહિત વોર્ડના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કોરોના સંક્રમણથી બચવા બજારોમાં મળતા માસ્ક કેટલા પ્રમાણિત ?

ProudOfGujarat

કરજણના દેથાણ ગામમાં સ્મૃતિ સ્મારક ધામ ખાતે સ્વ. આચાર્ય રતુરામજીની પ્રતિમા અનાવરણ અને પ્રથમ નિર્વાણદિન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વાંકલમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમભેર ઉજવણી : પરંપરાગત વેશભૂષા, ઢોલ-નગારાના નાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાંકલ બન્યું આદિવાસી સંસ્કૃતિનું કેન્દ્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!