Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં MD ડ્રગ્સના કારોબાર પર પોલીસનો સપાટો, 76 ગ્રામ ડ્રગ્સ સાથે 23 વર્ષીય યુવક ઝડપાયો :  ત્રણકુવા ફાટક નજીક બી ડિવિઝન પોલીસની કાર્યવાહી; ડ્રગ્સ, એક્ટિવા અને મોબાઈલ સહિત રૂ.2.88 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ  :

Advertisement

ભરૂચ શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી 76 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 23 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. ત્રણકુવા ફાટક નજીક હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે ડ્રગ્સ ઉપરાંત એક્ટિવા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.2.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા યુવક પાસેથી મળી આવેલા ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરફેરમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમે ત્રણકુવા ફાટક નજીક તપાસ દરમિયાન સોન તલાવડી વિસ્તારમાં રહેતા ધ્રુવ નરેશભાઈ ગોહિલ (ઉં.વ.23)ને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ દરમિયાન 76 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે તેને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આરોપી પાસેથી રૂ.2,28,000ની કિંમતનું 76 ગ્રામ MD ડ્રગ્સ, રૂ.50,000ની કિંમતનું એક્ટિવા અને રૂ.10,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,88,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભરૂચ શહેરમાં યુવાનોને નશાના દૂષણથી બચાવવા અને માદક પદાર્થોના ગેરકાયદે વેપાર પર અંકુશ લાવવાના હેતુથી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં ઝડપાયેલા યુવક પાસેથી મળી આવેલા ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું.


Share

Related posts

નડિયાદમાં સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતેથી જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોનાનાં વધુ ૧૯ કેસો મળી આવ્યા, અત્યાર સુધીનાં કુલ કેસોની સંખ્યા ૩૩૩ થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!