Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ત્રણકુવા રેલવે ફાટક પાસે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે લાકડાના સપાટા વડે મારામારી : બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી; ગણેશ વસાવા અને જયેશ વસાવા સહિતના લોકો ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના ત્રણકુવા રેલવે ફાટક પાસે જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. ફાટા તળાવ પાસે થયેલી બોલાચાલીની અદાવત રાખી રાત્રિના સમયે બંને જૂથ સામસામે આવી જતાં લાકડાના સપાટા વડે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનામાં બંને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચતાં તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

 

પ્રથમ ફરિયાદમાં ત્રણકુવા નવીનગરીમાં રહેતા 25 વર્ષીય ગણેશ દશરથભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, 14 ઓક્ટોબર 2026ના રોજ બપોરે ફાટા તળાવ પાસે કિરણ દિનેશભાઈ વસાવા સાથે તેમની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રેલવે ફાટક પાસે ફરી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જોકે સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.

ફરિયાદ મુજબ, રાત્રે આશરે સાડા દસ વાગ્યે ગણેશ વસાવા પોતાના ભાઈ વિશાલ ઉર્ફે ગોલી, મામા કરણ વસાવા અને માસીના દીકરા રાજવીર સાથે શક્તિનાથ ખાતે ગરબા જોવા જઈ રહ્યા હતા. તે દરમિયાન રેલવે ફાટક પાસે રમણ બેચરભાઈ વસાવા, રોશન અશોકભાઈ વસાવા, જયેશ અશોકભાઈ વસાવા અને સચિન અરવિંદભાઈ વસાવાએ તેમને રોક્યા હતા. જૂની અદાવત રાખી મારામારી શરૂ કરી લાકડાના સપાટા વડે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ દરમિયાન કિરણ દિનેશભાઈ વસાવા, જયેશ દિનેશભાઈ વસાવા, અશોક બેચરભાઈ વસાવા અને અરવિંદ બેચરભાઈ વસાવા પણ સામેલ થઈ હુમલો કર્યાનો આક્ષેપ છે. ગણેશના મામા રોહિત અને અરુણ વસાવા વચ્ચે પડતાં તેમને પણ ઈજાઓ પહોંચી હતી. આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

બીજી તરફ, ત્રણકુવા રેલવે ફાટક પાસે રહેતા 26 વર્ષીય જયેશ અશોકભાઈ વસાવાએ પણ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, બપોરે તેમના બનેવી કિરણ વસાવા અને ગણેશ વસાવા વચ્ચે થયેલી બોલાચાલીની અદાવત રાખી રાત્રે ગણેશ, વિશાલ ઉર્ફે ગોલી, કરણ અને રાજવીર તેમની પાસે આવ્યા હતા.

ફરિયાદ મુજબ, ગણેશે કિરણને સમજાવી દેવા અને ધમકી આપવાની વાત કરતાં વિવાદ થયો હતો. ત્યારબાદ ગણેશ અને વિશાલે મારામારી શરૂ કરી હતી. અન્ય લોકો વચ્ચે પડતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો. લાકડાના સપાટા વડે હુમલામાં જયેશ, તેમના ભાઈ રોશન, બનેવી કિરણ અને મીનાબેન સહિતના લોકોને ઈજાઓ પહોંચી હોવાનો આક્ષેપ છે.

આ ફરિયાદમાં ગણેશ દશરથભાઈ વસાવા, વિશાલ ઉર્ફે ગોલી, કરણ મેલાભાઈ વસાવા, રાજવીર મહેશભાઈ વસાવા, રોહિત મેલાભાઈ વસાવા અને અરુણ મેલાભાઈ વસાવા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

 

ઘટનામાં બંને પક્ષે એકબીજા પર મારામારી અને લાકડાના સપાટા વડે હુમલો કર્યાના આક્ષેપો કર્યા છે. બંને પક્ષના ઘાયલોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલી સામસામી ફરિયાદોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરુચમાં ‘સ્વરાકાર 2026’ શાસ્ત્રીય સંગીત સંધ્યાનું આયોજન : પ્રખ્યાત વાંસળીવાદક પંડિત અમર ઓક અને શાસ્ત્રીય ગાયિકા ગાયત્રી જોશીની રહેશે વિશિષ્ટ રજૂઆત

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં રાજવાડી ગામે ખેત મજૂરો પર મધમાખીનાં ઝુંડનો હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!