Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં કોલસા ભરેલી ટ્રકોના ત્રાસ સામે ગ્રામજનોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર : હરસણીના ત્રણ બાળકોને ટ્રકની અડફેટે ગંભીર ઈજા થયાનો આક્ષેપ; જોખમી વાહનવ્યવહાર બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Share

 

વાંકલ: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભાગા-મોરઆમલી વિસ્તારમાં આવેલી GIPCL કંપનીની કોલસાની ખાણોમાંથી કોલસા ભરીને દોડતી ટ્રકોના જોખમી અને અનિયંત્રિત વાહનવ્યવહાર સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે જાગૃત નાગરિકો અને ગ્રામજનોએ માંગરોળના મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Advertisement

ગ્રામજનોના જણાવ્યા અનુસાર મોરઆમલી, ભીલવાડા, ટીમબરવા, હરસણી, વડસોલ, માંગરોળ અને મોસાલી સહિતનાં ગામોમાંથી દરરોજ કોલસા ભરેલી ટ્રકો પસાર થાય છે. આ ટ્રકો પૂરઝડપે દોડતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, માર્ગ પરથી શાળાએ જતાં બાળકો, પશુઓ સાથે જતા ખેડૂતો અને સામાન્ય રાહદારીઓના જીવ સતત જોખમમાં મુકાય છે.

હરસણીના ત્રણ બાળકોને અકસ્માતમાં ઈજા

ગ્રામજનોના આક્રોશનું મુખ્ય કારણ 16 ઓક્ટોબર, 2026ના રોજ બનેલો અકસ્માત છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સવારે શાળાએ અભ્યાસ માટે જઈ રહેલા હરસણી ગામના હિમાંશુ, પ્રતિક અને પ્રજ્ઞેશને કોલસા ભરેલી ટ્રકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણેય બાળકોને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે. હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં પણ વડસોલ ગામના ગંભીરભાઈ વસાવાનું કોલસા ભરેલી ટ્રકની ટક્કરથી મૃત્યુ થયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે.

જવાબદારો સામે કાર્યવાહીની માંગ

આવેદનપત્રમાં ગ્રામજનોએ ટ્રકચાલકો દ્વારા બેફામ વાહન ચલાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. મામલતદાર ઉપરાંત સુરત જિલ્લા કલેક્ટર, પોલીસ તંત્ર અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે કોલસા ભરેલી ટ્રકોની ગેરકાયદેસર અને જોખમી અવરજવર પર તાત્કાલિક નિયંત્રણ લાવવામાં નહીં આવે તેમજ જવાબદારો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના લોકો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. હવે તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર છે.


Share

Related posts

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસને નાથવા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો જેમાં વિદેશ પ્રવાસે ગયેલ એક દંપતિને ઓબ્જર્વેશન માટે રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત રેલી કાઢી ધરણા પ્રદર્શન યોજી વિરોધ કર્યો

ProudOfGujarat

વાગરા તાલુકાના રહિયાદ ગામના ખેડુતોઓ વિવિધ પડકાર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!