Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા વન વિભાગની મોટી કાર્યવાહી: ખેરનાં લાકડાં ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો, રૂ.3.90 લાખનો મુદ્દામાલ જપ્ત :  ખેરનાં બે વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરી લાકડાંની હેરાફેરીનો પર્દાફાશ; મુખ્ય આરોપી સહિત આઠ સામે કાર્યવાહી

Share

 

વાંકલ :
સુરત જિલ્લાના ઉમરપાડા વન વિભાગે ખેરનાં વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરી લાકડાંની હેરાફેરી કરવાના પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરી છે. ઉમરપાડા બીટના કમ્પાર્ટમેન્ટ નંબર 74માં ખેરનાં બે વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરી લાકડાંની હેરાફેરી કરવામાં આવી હોવાના પ્રકરણમાં વન વિભાગે ટાટા 407 ટેમ્પો નંબર GJ-07-Z-5425 સહિત ખેરનાં લાકડાં ઝડપી પાડ્યાં હતાં. આ કેસમાં મુખ્ય આરોપી સહિત આઠ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

પ્રકરણની તપાસ દરમિયાન વન વિભાગે RTOના રેકોર્ડ અને મોબાઇલના કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ના આધારે તપાસ હાથ ધરી હતી. પૂછપરછ અને તપાસમાં ગણપતભાઈ જાતરીયાભાઈ વસાવા (રહે. ગુંદલાઆંબા, જિલ્લો નર્મદા) મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા હતા.

વન વિભાગે આ કાર્યવાહી અંતર્ગત ટેમ્પો અને ખેરનાં લાકડાં સહિત કુલ રૂ.3.90 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ આઠ આરોપીઓ પાસેથી કુલ રૂ.3.90 લાખનો દંડ વસૂલ કરી સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસમાં બિપિનભાઈ ચતુરભાઈ ચૌધરી (વેન્જાલી), સુરેશભાઈ સોનજીભાઈ વસાવા (ટાવલ), ગિરીશભાઈ રેશમાભાઈ ગામિત, વસંતભાઈ માનસિંગભાઈ ગામિત, અશોકભાઈ મૂળજીભાઈ વસાવા, સુરેન્દ્રભાઈ જેસુભાઈ ગામિત અને અજયભાઈ કાલીદાસભાઈ ગામિત (તમામ રહે. પાંચઆંબા) સહિત આઠ વ્યક્તિઓનાં નામ સામે આવ્યાં છે.

સુરત વન વિભાગના અધિકારીઓ અને ઉમરપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કમલેશ ચૌધરીના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમે આ કાર્યવાહી પાર પાડી હતી. ગેરકાયદે વૃક્ષછેદન અને જંગલની સંપત્તિની હેરાફેરી સામે વન વિભાગની આ કાર્યવાહીથી લાકડાંની ગેરકાયદે હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

કડોદરા શારદા વિદ્યામંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : ચેરમેન સુરેશભાઈ પરમારે ધ્વજવંદન કર્યું; ધોરણ 10-12માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અપાયા

ProudOfGujarat

નડિયાદ : જનમેદની વચ્ચે ભાજપના પંકજ દેસાઇએ નામાંકન પત્ર ભર્યું.

ProudOfGujarat

વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામની સીમના ખેતરમાં કમોસમી વરસાદ ઉપરાંત કેનાલ લીકેજના પાણી ભરાઈ જવાથી ડાંગર અને દિવેલાના પાકને વ્યાપક નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!