Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વરમાં વૃદ્ધાના ગળામાંથી રૂ. ૨.૬૦ લાખની સોનાની ચેઇન ખેંચી બાઇકચાલક ફરાર : મંદિરમાંથી ઘરે પરત ફરતાં સમયે લૂંટની ઘટના; હેલ્મેટ અને ખાખી જેકેટ પહેરેલા અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ

Share

 

ભરૂચ :
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વૃદ્ધ મહિલાને નિશાન બનાવી સોનાની ચેઇન ખેંચી જવાની ઘટના સામે આવી છે. લક્ષ્મીનારાયણ ફળિયામાં રહેતાં ૬૨ વર્ષીય જ્યોત્સનાબેન પટેલ તેમના પતિ સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યાં હતાં, ત્યારે પાછળથી બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી આશરે રૂ. ૨.૬૦ લાખની કિંમતની સોનાની ચેઇન ખેંચી લીધી હતી. આ અંગે તેમના પુત્ર દર્શનકુમાર પટેલે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

ફરિયાદ મુજબ, દર્શનકુમાર પટેલ ઝાડેશ્વર ચોકડી પાસે રવી કિરણ કોમ્પ્લેક્સમાં છેલ્લા દસ વર્ષથી ઓરેન્જ મેડિકલ નામની દુકાન ચલાવે છે. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે તેમના પરિચિતના ઘરે બેસણું હોવાથી તેમનાં માતા-પિતા એક્ટિવા લઈને ગયા હતા. બપોરે આશરે ૧૨ વાગ્યે તેઓ ઘરે પરત ફરી રહ્યાં હતાં, ત્યારે લક્ષ્મીનારાયણ મંદિર તરફથી એક અજાણ્યો બાઇકચાલક તેમની એક્ટિવાની પાછળ આવ્યો હતો.

આરોપીએ જ્યોત્સનાબેનના ગળામાં પહેરેલી આશરે ૨૦ ગ્રામ વજનની ૨૨ કેરેટ સોનાની ચેઇન ખેંચી લીધી હતી અને બાઇક લઈને ઝાડેશ્વર બસ સ્ટેન્ડ તરફ ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ જ્યોત્સનાબેને ઘરે પહોંચીને પુત્રને જાણ કરી હતી. પુત્રએ આસપાસના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરી હતી, પરંતુ તેનો પત્તો મળ્યો નહોતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ હેલ્મેટ અને ખાખી રંગનું જેકેટ પહેર્યું હતું તથા તેની પાસે કાળા રંગની બાઇક હતી. વૃદ્ધ માતા સાથે બનેલી ઘટનાને પગલે પુત્રએ અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરી છે.


Share

Related posts

જામનગર અને રાજકોટના બે જમાદારને 35 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપ્યા

ProudOfGujarat

રાજપીપલા : દેડીયાપાડા તાલુકાના સોલીયા ગામે આર.સી.સી. રસ્તાઓ સારી ગુણવત્તાવાળા ન બનાવવાના મામલે બબાલ, ઝપાઝપીનાં બનાવમા ચાર ઈસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના એ ઇરફાન ખાન અને પ્રિયંકા ચોપરા સાથે તેમના પ્રત્યે ઊંડો પ્રેમ અને આદર દર્શાવવા માટે એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!