Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ગાંજાના છૂટક વેપલાનો પર્દાફાશ, 77,500ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો : સુરતના શખ્સ પાસેથી ગાંજો લાવી પાનોલીમાં વેચવા જતો હતો; 250 ગ્રામ ગાંજો અને 143 નાની થેલીઓ કબજે

Share

 

અંકલેશ્વર :

Advertisement

અંકલેશ્વર-સુરત નેશનલ હાઈવે પર કિચન કબાના નજીક પોલીસે વોચ ગોઠવી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી અંકલેશ્વરથી પાનોલી ખાતે ગાંજાનો છૂટક વેપલો કરવા જતો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે તેની પાસેથી ગાંજો, મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂ.77,500નો મુદ્દામાલ કબજે કરી ફરાર સપ્લાયરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અંકલેશ્વર શહેરના હેપ્પી નગરમાં રહેતા અલ્તાફ હુસૈન ઇસરાફીલ શાહે આર્થિક લાભ મેળવવા માટે સુરતના અશ્વિનીકુમાર રોડ, રેલવે પટરી વિસ્તારમાં રહેતા શૈલેશભાઈ પાસેથી ગાંજાનો જથ્થો મેળવ્યો હતો. આ ગાંજાની રૂ.50 અને રૂ.100ની નાની પડીકીઓ બનાવી ગ્રાહકોને છૂટક વેચવાના ઇરાદે તે પોતાની કાળા-લાલ રંગની મોપેડની ડિકીમાં ગાંજો રાખીને અંકલેશ્વરથી પાનોલી તરફ જઈ રહ્યો હતો.

આ દરમિયાન અંકલેશ્વર-સુરત નેશનલ હાઈવે પર કિચન કબાના નજીક વોચ ગોઠવી પોલીસે અલ્તાફ હુસૈન શાહને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 250 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ.12,500 થાય છે, તેમજ પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી 143 નાની થેલીઓ મળી આવી હતી. આ ઉપરાંત રૂ.60,000ની મોપેડ અને રૂ.5,000નો સેમસંગ ગેલેક્સી A14 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે ગાંજો, મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂ.77,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સુરતનો શૈલેશભાઈ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર હોવાનું સામે આવતાં પોલીસે તેને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ : દિવાળી નજીક છતાં ઝઘડીયા તાલુકાનાં બજારોમાં મંદીથી વેપારી વર્ગ ચિંતિત.

ProudOfGujarat

નેત્રંગ : કેલ્વીકુવા ગામે મારૂતિ કાર ખાડીમાં ઉતરતા અકસ્માતની ઘટના બની.

ProudOfGujarat

ફાયર સેફટી અંગે તંત્ર એકશનમાં : રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવતા અનેક એકમોને નોટિસો ફટકારાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!