Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લુવારા ગામે કતલખાને લઈ જવાતી ૩૫ ભેંસ બચાવાઈ, પોલીસે કુલ ૨૪.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Share

 

પોલીસે સ્થળ પર રેડ પાડવા જતાં પોલીસની ગાડીઓ જોઈ ૫ જણા અંધારામાં ઓગળી ગયાં

Advertisement

। ભરૂચ ।

ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં નવીનગરી સામે આવેલાં ગૌચરની જગ્યામાં ભરૂચ ખાતે રહેતો નાસીર અકુજી કતલ કરવાના ઈરાદે લઈ જવા માટેની ભેંસો ટૂંકમાં ભરાવે છે. તેવી ચોક્કસ બાતમી નબીપુર પોલીસની ટીમને મળી હતી. જેના પગલે ટીમે રાત્રીના ૧૦:૨૯ વાગ્યાના અરસામાં તુરંત અન્ય સાથીઓ સાથે સ્થળ પર દરોડો પાડયો હતો. જોકે, પોલીસની ગાડીઓને જોઈએને પાંચેક શખ્સો અંધારાનો લાભલઈ ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહ્યાં હતાં.

પોલીસે સ્થળ પર તપાસ કરતાં એક ટ્રકમાં ટૂંકા દોરડાથી ૧૦ ભેંસને કુરતાપુર્વક બાંધેલી મળી આવી હતી. જ્યારે ટ્રકની સાથે બાજુમાં અન્ય પાંચ ભેંસ બાંધેલી હતી. બીજી તરફ થડે દૂર ઝાડીઓમાં બીજી ૨૦ ભેંસો ઝાડ સાથે બાંધેલી મળી હતી. સ્થળ પર અન્ય એક ખાલી ટ્રક, એક સ્વિફ્ટ કાર, એક બાઈક તેમજ કારમાં એક મોબાઈલ મળી આવ્યો હતો. ટીમે સ્થળ પરથી ૧૫ હજારની એક લેખે કુલ ૨.૨૫ લાખની ૩૫ ભેંસ. ૭-૭ લાખની બે ટ્રક, ૫ લાખની સ્વિફ્ટ કાર, ૧૦ હજારની બાઈક તેમજ ૫ હજારનો મોબાઈલ મળી કુલ ૨૪.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ ૩૫ ભેંસને ભરૂચમ્મુ જે. બી. મોદી પાર્ક પાસે આવેલાં પાંજરાપોળ ખાતે મુકવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાતં નાસીર અકુજી સહિત સ્થળ પરથી ભાગી ગયેલાં ૫ શખ્સો વિરુદ્ધ પશુઘાતકીપણાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકા ના APMC ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન શિબિર યોજાયો..

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે અંજલી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા ત્રણ શખ્સોને ૪૮ હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!