Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્રેકિંગ : પોલીસ વિભાગમાં મોટા પાયે બઢતી અને બદલી: ભરૂચ જિલ્લામાં 8 પીએસઆઇની બઢતી સાથે બદલી, અન્ય 16 પીઆઇની પણ બદલી

Share

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તાજેતરમાં મોટા પાયે બઢતી અને બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં 254 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે, જેના પરિણામે અનેક જિલ્લાઓમાં અધિકારીઓની હલચલ જોવા મળી રહી છે.

આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા 8 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી મળતાં તેમની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. બીજી તરફ, અન્ય જિલ્લાઓમાંથી 4 ને પીઆઈની બઢતી સાથે ભરૂચ જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

Advertisement

સાથે જ ગુજરાત રાજ્યના ડીજી અને આઈજી ઓફ પોલીસ ડૉ. કે. એલ. એન રાવ દ્વારા રાજ્યના કુલ 518 પીઆઈની આંતરજિલ્લા બદલીનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

આ આદેશોના પગલે ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા 16 પીઆઈની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી 11 પીઆઈની ભરૂચ જિલ્લામાં નિમણૂક કરવામાં આવી છે.

આ બદલાવને કારણે જિલ્લામાં પોલીસ વહીવટમાં નવા ચહેરાઓ જોડાતા કાર્યક્ષમતા વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચ : દુષ્યંતભાઈ પટેલના નામે ફેક ફેસબુક એકાઉન્ટ પરથી અજાણ્યા ઈસમ દ્વારા હજારોની ઠગાઇ કરાઇ : ધારાસભ્યએ તાત્કાલિક એક્શન લીધુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો..

ProudOfGujarat

ભરૂચ ભોલાવ ની જલધારા સોસાયટી ના મકાન માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!