Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં દાંપત્યજીવનના ઝઘડાએ હિંસક વળાંક લીધો: પત્નીએ પતિની છાતીએ બચકું ભરી આંખમાં લાલ મરચું નાખ્યું : લખીગામમાં સેઝ-૨ના ગેટ સામે આવેલી આશાપુરા હોટલમાં બનાવ, ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, દહેજ મરીન પોલીસે ગુનો નોંધ્યો

Share

 

ભરૂચ : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક લખીગામ ખાતે પતિ-પત્ની વચ્ચે ચાલતા ઘરેલુ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. લખીગામના પરમાર ફળિયામાં રહેતા અને સેઝ-૨ના ગેટ સામે આશાપુરા હોટલ ચલાવતા કનૈયાલાલ બુધાભાઈ પરમાર સાથે તેમની પત્નીએ તકરાર દરમિયાન મારામારી કરી હતી. જેમાં પત્નીએ પતિની છાતીના ભાગે બચકું ભરી લેવાની સાથે આંખમાં લાલ મરચું નાખી દેતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

Advertisement

મળતી માહિતી મુજબ, કનૈયાલાલ પરમારને તેમની પત્ની અમિતા સાથે કોઈ બાબતે મનદુઃખ અને તકરાર ચાલી રહી હતી. આ દરમિયાન પત્ની સાંજના સમયે હોટલ પર આવી કાઉન્ટર પર બેસી ગઈ હતી અને જૂના ઝઘડાની દાઝ રાખી પતિ સાથે મોટેથી બોલાચાલી કરી અપશબ્દો બોલવા લાગી હતી. રાત્રિના આશરે દસ વાગ્યે ગ્રાહકો આવવાનું બંધ થતાં કનૈયાલાલ હોટલમાં ખાટલા પર સૂઈ ગયા હતા. જોકે, પત્નીએ ત્યાં પણ ઝઘડો ચાલુ રાખતાં તેમણે તકરાર ટાળવા હોટલની બહાર પાર્ક કરેલી પોતાની કારમાં જઈને ઊંઘવાનું પસંદ કર્યું હતું.

બીજા દિવસે સવારે ઉઠ્યા બાદ પણ પત્નીએ ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો. જેથી કનૈયાલાલ હોટલનો સામાન લેવા માટે બહાર ગયા હતા. પરત આવ્યા બાદ પણ પત્નીનો ઉગ્ર બોલાચાલીનો સિલસિલો યથાવત રહેતાં તેમણે ગ્રાહકો આવવાનો સમય થઈ ગયો હોવાથી જોરથી ન બોલવા જણાવ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલી પત્નીએ પતિની છાતીના ભાગે બચકું ભરી લીધું હતું અને તેમની આંખમાં લાલ મરચું નાખી દીધું હતું.

અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કનૈયાલાલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. બનાવ અંગે દહેજ મરીન પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઢીંકા ચિકા થી પુષ્પા પુષ્પા: રોકસ્ટાર ડીએસપીના તેમના જન્મદિવસ પર તેમના વારસાની ઉજવણી કરવા માટેના હિટ ગીતોની એક ઝલક!

ProudOfGujarat

નર્મદા : “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉક્તિ સાર્થક કરતાં રાજપીપલાળા ટાઉન પી.આઈ. – આર એન રાઠવા.

ProudOfGujarat

પંચમહાલ : આર્મી ભરતી પ્રક્રિયામાં યુવાનોની વય મર્યાદામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!