Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એન્જીનમાં ખામી હોઈ ઉભેલી ટ્રકમાં બીજી ટ્રક ભટકાતાં ક્લિનરનું મોત : ચાલકને ઈજા

Share

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દેરોલ ગામ પાસે બનેલી ઘટના

।ભરૂચ !

Advertisement

મુળ યુપીનો રણજીત સંતલાલ પાસવાન તેમની ટ્રકમાં દહેજની રિલાયન્સ કંપનીમાંથી પીવીસી પાવડર ભરીને મધ્યપ્રદેશના માલનપુર ખાલી કરવા માટે નિકળ્યો હતો. દરમિયાનમાં તે સવારે તે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દહેગામ ટોલપ્લાઝા પરથી ચઢ્યો હતો. અરસામાં દેરોલ ગામ પાસે પહોંચતા સવારના પોણા સાતેક વાગ્યાના અરસામાં તેમની ટૂંકના એન્જીનમાંથી કોઈ અવાજ આવતો હોવાનું લાગતાં તેમણે તેમની ટ્રક રોડની ડાબી સાઈડ ઈમરજન્સી લેનમાં પાર્ક કરી પાર્કિંગ લાઈટ ચાલુ કરી ટ્રકમાંથી ઉતરતો હતો.

તે જ વેળાં પાછળથી પુરઝડપે આવેલી એક ટ્રકના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક તેમની સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથાડી દીધી હતી. અકસ્માતને કારણે પાછળની ટ્રકમાં બેસેલાં ડ્રાઈવર-ક્લિનરને ગંભીર ઈજાઓ થઈ હતી. જેના પગલે તેમણે હાઈવે હેલ્પલાઈન પર ફોન કરતાં એમ્બ્યુલન્સ આવી જતાં બન્નેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં. જયાં કંડક્ટરનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. બનાવની જાણ થતાં ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી મૃતક ક્લિનર તેમજ ઈજાગ્રસ્તા ટુક ચાલકની ઓળખ મેળવવાની તેમજ તેમના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

જાગો સરકાર જાગો : નવા માં કાર્ડની સેવાઓ તો શરૂ પણ સરકાર પાસે સાધનોની અછત…!

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર દિનેશ અડવાણી ઉપર અસામાજીક તત્વો દ્વારા ઘાતક હુમલો થતા કડક કાર્યવાહી અંગે સંદીપ માંગરોલા દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચના લીમડી ચોક પાસે ગધેરાખેતરમાં જુગાર રમતાં 6 ઝબ્બે : 4 ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!