Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કતોપોર બજારમાં ફિશ માર્કેટનું નવીનીકરણ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કર્યું લોકાર્પણ : નગરપાલિકા દ્વારા રૂ.પર લાખના ખર્ચે આધુનિક સુવિધાઓ વિકસાવાઈ; હવે બાજુમાં આવેલી શાકભાજી માર્કેટના ફેઝ-2ના વિકાસની યોજના

Share

ભરૂચ :

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-10માં આવેલા કતોપોર બજાર ખાતે રૂ.પર લાખના ખર્ચે ફિશ માર્કેટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકૃત ફિશ માર્કેટનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં સ્થાનિક માછલીના વેપારીઓ તેમજ ગ્રાહકોને વધુ સારી વ્યવસ્થા ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

લોકાર્પણ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ પટેલ, ભાજપના મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, સ્થાનિક નગરસેવકો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ફિશ માર્કેટમાં સ્વચ્છતા અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે.

કતોપોર બજારની ફિશ માર્કેટનું નવીનીકરણ રાજ્ય સરકારની નાણાપંચની ગ્રાન્ટ તેમજ નગરપાલિકાની વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. માર્કેટમાં સ્વચ્છતા જળવાઈ રહે, વેપારીઓ અને ગ્રાહકોને સુવ્યવસ્થિત વાતાવરણ મળે તથા સુવિધાઓની યોગ્ય જાળવણી થઈ શકે તે હેતુથી નગરપાલિકા દ્વારા કાયમી કર્મચારીની નિમણૂક પણ કરવામાં આવી છે.

ફિશ માર્કેટના નવીનીકરણ બાદ હવે વિકાસના આગામી તબક્કા તરીકે તેની બાજુમાં આવેલી શાકભાજી માર્કેટનો પણ ફેઝ-2 હેઠળ વિકાસ કરવાની યોજના છે. આ કામગીરી પૂર્ણ થતાં કતોપોર બજારમાં વેપારીઓ અને ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થવાની સાથે સમગ્ર બજારની વ્યવસ્થા વધુ સુદૃઢ બનવાની અપેક્ષા છે.


Share

Related posts

 ભરૂચ જિલ્લા તેમજ શહેરના તમામ પત્રકારમીત્રો માટે તેમજ તેમના પરિવાર માટે સૌ પ્રથમવાર મફત તબીબી ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું 

ProudOfGujarat

ઉમરપાડાના ગોંદલીયા ગામે ખેડૂતે ખેતરમાંથી લાકડા કાપવાનો આરોપ મુકી શ્રમજીવીને માર માર્યો

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં રોકેટ ગતિએ વધતાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા તથા પ્રજાને વધુ સારી સારવાર અને સુવિધા મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસે પ્રભારી સચિવને રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!