Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના વોર્ડ નં. ૪માં રૂ. ૧.૬૬ કરોડના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ શરૂ : જૂની મામલતદાર કચેરીથી શ્રીજી કૃપા સોસાયટી થઈ લિંક રોડ સુધી રસ્તા બનશે; એકતાનગરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની સુવિધા ઊભી કરાશે

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરમાં માર્ગો અને નાગરિક સુવિધાઓના વિકાસને વેગ આપવા નગર સેવા સદન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વોર્ડ નંબર-૪માં રૂ. ૧.૬૬ કરોડના ખર્ચે બે રસ્તાના નવીનીકરણ અને નિર્માણકાર્યનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરીને કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટ અંતર્ગત જૂની મામલતદાર કચેરીથી શ્રીજી કૃપા સોસાયટી અને ત્યાંથી લિંક રોડ સુધીના રસ્તાઓનું નિર્માણ તથા નવીનીકરણ કરવામાં આવશે. રસ્તાની બંને બાજુ પેવર બ્લોક લગાવવાની સાથે વીજળીની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. આ કામગીરીથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળવાની અપેક્ષા છે.

એકતાનગર વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી વરસાદી પાણીના નિકાલમાં સરળતા ઊભી કરવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને ફાળવવામાં આવેલી રૂ. ૧૦ કરોડની ગ્રાન્ટમાંથી આ વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. શહેરમાં રસ્તા, ડ્રેનેજ અને અન્ય માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, હેમેન્દ્ર પ્રજાપતિ, ધર્મેશ મિસ્ત્રી અને દિવ્યેશ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકામો પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર-૪ના રહીશોને વધુ સુવિધાજનક રસ્તા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો લાભ મળવાની આશા છે.


Share

Related posts

કરજણના બામણગામ સ્થિત નેશનલ એન્ટરપ્રાઈઝમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

ભરૂચ : વાલિયા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના જર્જરિત મકાનનું સમારકામ કરાવવા સંદીપ માંગરોલાની માંગ.

ProudOfGujarat

ઉમરપાડામાં ‘નારી વંદન ઉત્સવ’ અને ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ભવ્ય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!