ભરૂચ :
Vardhman Ortho Careના તત્ત્વાવધાન હેઠળ ભરૂચના ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજિસ્ટ, જનરલ સર્જન, ડેન્ટલ ડૉક્ટરો, મેડિકલ ઓફિસરો અને ઓપરેશન થિયેટર (O.T.) આસિસ્ટન્ટ્સને સાથે રાખીને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં Vardhman Warriors, Bone Crusher અને Amrit/Healing Touch Titans સહિતની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં Vardhman Warriors અને HT Titans વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. બંને ટીમોએ જીત માટે પૂરો જોર લગાવ્યો હતો, જેના કારણે મેચ રોમાંચક તબક્કે પહોંચી હતી. આખરે બે સુપર ઓવર બાદ Vardhman Warriorsએ વિજય મેળવી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
સમાપન પ્રસંગે HT Titansના કેપ્ટન ડૉ. કીર્તિરાજ ગોહિલને રનર્સ-અપ ટ્રોફી અનિલ પરમારના હસ્તે એનાયત કરવામાં આવી હતી. જ્યારે વિજેતા ટીમ Vardhman Warriorsના કેપ્ટન અનિલ પરમારને ડૉક્ટરોના હસ્તે ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટના આયોજનથી તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા તબીબો અને સ્ટાફને રમતગમત દ્વારા એકસાથે આવવાની તથા પરસ્પર સંવાદ અને ટીમભાવના મજબૂત કરવાની તક મળી હતી.
