Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જૂના તવરા કબીર આશ્રમમાં 16 સાધુઓની ચાદર વિધિ યોજાઈ : શરદ પૂર્ણિમાએ મહંત ચેતનદાસે પુત્ર ઘનશ્યામદાસીને પંજો અર્પણ કરી કબીર સંપ્રદાયમાં સાધુ તરીકે દીક્ષિત કર્યા

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચના જૂના તવરા ગામે આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાના પવિત્ર અવસરે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત ચેતનદાસના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવમાં 16 સાધુઓની ચાદર વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંત ચેતનદાસે પોતાના પુત્ર ઘનશ્યામદાસીને પંજો અર્પણ કરીને કબીર સંપ્રદાયમાં સાધુ તરીકે દીક્ષિત કર્યા હતા.

કબીર આશ્રમ ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સંપ્રદાયની પરંપરા અનુસાર વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. કબીર સાહેબના ઉપદેશો અને તેમના માનવતાવાદી સંદેશને લોકો સુધી પહોંચાડવા તેમજ સંપ્રદાયના સેવાકાર્યોને વધુ વેગ આપવાના હેતુથી આ મહોત્સવ યોજાયો હતો. આ ઉપરાંત અન્ય 16 વ્યક્તિઓને મહંતપદની ચાદર અર્પણ કરવામાં આવી હતી.

મહોત્સવમાં અંકલેશ્વરના ગુરુચરણદાસ, કમલેશદાસ, કથાકાર ત્રિલોચનાબેન અને નિમાદીદી સહિત વિવિધ વિસ્તારોમાંથી સાધુ-સંતો, મહંતો, અનુયાયીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિઓ અને સંતોના સાનિધ્યથી સમગ્ર આશ્રમ પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ધાર્મિક મહોત્સવમાં ભાગ લીધો હતો. શરદ પૂર્ણિમાના પાવન અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં કબીર સંપ્રદાયની પરંપરા, ગુરુ-શિષ્ય સંબંધ અને આધ્યાત્મિક સેવાભાવનું મહત્ત્વ ઉજાગર થયું હતું.


Share

Related posts

પાલેજમાં બકરી ચોરતો જંબુસરનો રીક્ષા ચાલક ઝબ્બે

ProudOfGujarat

શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા કલબ તરીકે પાલેજના શિક્ષકની પસંદગી.

ProudOfGujarat

રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે ૨ લાભાર્થી બાળકોને કિટ અને ઓનલાઇન પેમેન્ટના મંજૂરીપત્રો કરાયાં એનાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!