ભરૂચ :
ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 29 ઓક્ટોબર, 2026ના રોજ નેત્રંગ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યે આઈ.ટી.આઈ. (મહિલા), નેત્રંગ ખાતે યોજાનારા આ ભરતીમેળામાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ ભરતીમેળામાં પાનોલીની મહંસરીયા ટાયર્સ પ્રા.લિ., ભરૂચની ટિમકેન ઇન્ડિયા લિ., ઝઘડિયાની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિ., રાહુલ ફેરોમેટ એન્ડ એન્જિનિયરિંગ પ્રા.લિ., દહેજની યોકોહામા ઑફ-હાઈવે ટાયર્સ (ATC ટાયર) અને ઝઘડિયાની ફ્લોમેટાલિક (બ્રેક્સ ઇન્ડિયા પ્રા.લિ.) સહિતની છ કંપનીઓ ભાગ લેશે.
ભરતીમેળામાં ધોરણ-10 (SSC), ધોરણ-12 (HSC), આઈ.ટી.આઈ. ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિકલ સહિત કોઈપણ ટ્રેડના ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ઉપરાંત મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલમાં ડિપ્લોમા, બી.ઈ. મિકેનિકલ તથા ઇલેક્ટ્રિકલ, બી.એસસી./એમ.એસસી. કેમિસ્ટ્રી તેમજ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલા ઉમેદવારોને પણ તક મળશે.
ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગારી મેળવવા ઇચ્છુક લાયકાત ધરાવતા ઉમેદવારોને જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે ભરતીમેળામાં ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી જિલ્લા રોજગાર અધિકારી, ભરૂચ દ્વારા અખબારી યાદીમાં આપવામાં આવી છે.
