Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા ITIના રોજગાર ભરતી મેળામાં 43 યુવાઓની પ્રાથમિક પસંદગી : 10 કંપનીઓએ ભાગ લીધો, 100થી વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા

Share

 

ઝઘડિયા :

Advertisement

ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઝઘડિયા આઈ.ટી.આઈ. ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વિવિધ ક્ષેત્રની 10 કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરતી પ્રક્રિયા દરમિયાન 100થી વધુ ઉમેદવારો પૈકી 43 યુવાઓની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની જનસેવા યાત્રા નિમિત્તે યોજાયેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આ ભરતી મેળાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવાઓને પ્રોત્સાહિત કરવાની સાથે તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ પણ સાધવામાં આવ્યો હતો.

ભરતી મેળામાં ધોરણ-10 પાસથી લઈને ગ્રેજ્યુએટ, બી.ઈ. (મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ), એમ.કોમ. તેમજ એમ.બી.એ. (માર્કેટિંગ) જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અને બિનઅનુભવી મહિલા-પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી 10 કંપનીઓ દ્વારા સીધી ભરતી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.

રોજગારની તકો ઉપરાંત ઉમેદવારોને વિદેશમાં શિક્ષણ અને રોજગારી, સુરક્ષિત તથા કાયદેસર સ્થળાંતર, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના, પ્રધાનમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સ્વરોજગાર માટેની લોન અને સહાય યોજનાઓ, સ્ટાર્ટઅપ, ઉદ્યોગસાહસિકતા વિકાસ, વ્યવસાયલક્ષી તાલીમ તથા ઓનલાઈન રોજગારીની તકો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના યુવાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલા આ મેળામાં જિલ્લા રોજગાર કચેરીના અધિકારી સંજયભાઈ ગોહિલ, ઝઘડિયા આઈ.ટી.આઈ.ના આચાર્ય સહિત અન્ય મહાનુભાવો, કંપનીઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ભરતી મેળા દ્વારા 43 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થતાં રોજગારવાંચ્છુ યુવાઓને કારકિર્દી ઘડવાની તક મળી હતી.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ બે ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

વલસાડ જૈન મહિલા મંડળો સિવિલના બિછાને સારવાર લેતાં 450 દર્દીના વ્હારે..

ProudOfGujarat

ઝઘડીયા : રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા અનાજની ૨૫૦૦ જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!