Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોસંબા–માંગરોળ–ઝાંખવાવ માર્ગ પર વૃક્ષોને રંગરોગાનથી સુંદરતા વધી :  માર્ગ અને મકાન વિભાગની પહેલથી વૃક્ષો વધુ સ્પષ્ટ દેખાશે, વાહનચાલકોની સલામતીમાં વધારો થવાની આશા

Share

 

વાંકલ :

Advertisement

માર્ગોની સુંદરતા, સ્વચ્છતા અને વાહનચાલકોની સલામતી વધારવાના હેતુથી સુરતના માર્ગ અને મકાન વિભાગ-૨ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત કોસંબા–માંગરોળ–ઝાંખવાવ માર્ગ પર આવેલા વૃક્ષોના થડને ગેરુ અને ચૂનાથી રંગવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

માર્ગની બાજુમાં આવેલા વૃક્ષો રાત્રિના સમયે તેમજ ધુમ્મસની સ્થિતિમાં સ્પષ્ટ દેખાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વૃક્ષોના થડના નીચેના ભાગમાં ગેરુ અને ઉપરના ભાગમાં ચૂનાનું રંગકામ કરવામાં આવ્યું છે.

આ કામગીરીથી માર્ગની સુંદરતામાં વધારો થવાની સાથે વૃક્ષો વાહનચાલકોને વધુ સ્પષ્ટ રીતે દેખાશે. પરિણામે રાત્રિના સમયે વાહન ચલાવનારાઓને માર્ગની બાજુમાં આવેલા વૃક્ષો ઓળખવામાં સરળતા રહેવાની આશા છે.

માર્ગ અને મકાન વિભાગની આ પહેલને માર્ગોની જાળવણી અને સલામતીની દિશામાં ઉપયોગી પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે, વાહનચાલકોએ સલામત ગતિએ વાહન ચલાવી માર્ગના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.


Share

Related posts

સરકારી જમીનમાં ગેરકાયદેસર રેતીનુ ખનન થતા હોવાનો આક્ષેપ સાથે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત.

ProudOfGujarat

લીંબડી ખાતે શરદ પુનમના રોજ નવદુર્ગા નવચંડી મહાયજ્ઞનુ પ્રસાદ સાથે આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

નેત્રંગ નવી વસાહત પાસે મકાનમાંથી લાખોની મત્તાનો ઇંગ્લિશ દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!