Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની નર્મદા ચોકડી પરથી 19 ભેંસ ભરેલી ટ્રક ઝડપાઈ, ગૌરક્ષકોએ રોકી પોલીસને જાણ કરી :  ડ્રાઇવર અને ક્લીનર ટ્રક મૂકીને ફરાર; રૂ. 15 લાખની ટ્રક અને રૂ. 9.50 લાખની ભેંસો મળી કુલ રૂ. 24.50 લાખનો મુદ્દામાલ કબજે

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરની નર્મદા ચોકડી નજીક પશુઓની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. ગૌરક્ષક કાર્યકરોને ટ્રકમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતાં તેમણે શંકાસ્પદ ટ્રકને રોકી પોલીસને જાણ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 19 ભેંસો મળી આવી હતી. ટ્રકનો ચાલક અને ક્લીનર ટ્રક મૂકીને ફરાર થઈ જતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, વડોદરામાં રહેતા અને ગૌરક્ષક તરીકે સેવા આપતા હરીશભાઈ અમૃતભાઈ સરાણીયા સહિતના કાર્યકરો નર્મદા ચોકડી પાસે હાજર હતા. તે દરમિયાન ટ્રક નંબર GJ-18-AT-9149માં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની માહિતી મળતાં તેમણે ટ્રક રોકાવી હતી. ટ્રક રોકાતાં જ ચાલક અને ક્લીનર નીચે ઊતરીને ભાગી ગયા હતા. આથી ગૌરક્ષક કાર્યકરોએ 112 ઇમરજન્સી સેવા પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

જાણ મળતાં 112ની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફે ટ્રકની તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા બે પંચોની હાજરીમાં ટ્રકની તપાસ કરતાં અંદર કુલ 19 ભેંસો મળી આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભેંસોને ટૂંકા દોરડાથી બાંધીને રાખવામાં આવી હતી અને ટ્રકમાં ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. ટ્રકને ઉપરથી તાડપત્રીથી ઢાંકી રાખવામાં આવી હતી.

પોલીસે ટ્રકની કિંમત રૂ. 15 લાખ અને તેમાં ભરેલી 19 ભેંસોની કિંમત પ્રતિ ભેંસ રૂ. 50 હજાર લેખે કુલ રૂ. 9.50 લાખ આંકી હતી. આમ, ટ્રક અને ભેંસો મળી કુલ રૂ. 24.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે પંચોની હાજરીમાં તા. 28 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 1થી 2 વાગ્યા દરમિયાન પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકનો ચાલક અને ક્લીનર ફરાર હોવાથી તેમની ઓળખ અને પશુઓ ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં તથા ક્યાં લઈ જવાતાં હતાં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. પશુઓની હેરાફેરી અંગેની હકીકતો અને જવાબદારી પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.


Share

Related posts

મોબાઈલ ચોરીના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

વાગરાની દહેજ GIDC અદાણી પાવર લી. કંપનીને રેતી ખનન મામલે 16 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!