Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના અટાલી ગામેથી 16 વર્ષીય કિશોરી ગુમ, પરિવારની ફરિયાદમાં યુવક પર શંકા : કિશોરી સાથે અગાઉ મેસેજથી વાતચીત થતી હોવાની વિગતો સામે આવી, યુવક પણ ઘરેથી ગાયબ હોવાનું પરિવારનું નિવેદન

Share

 

ભરૂચ/વાગરા:

Advertisement

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અટાલી ગામેથી 16 વર્ષીય કિશોરી ગુમ થવાની ઘટના સામે આવી છે. ધોરણ-11માં અભ્યાસ કરતી કિશોરી 22 ઓક્ટોબરની રાત્રે પરિવાર સાથે ઘરે હતી, પરંતુ બીજા દિવસે વહેલી સવારે તે ઘરમાં જોવા ન મળતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. પરિવાર દ્વારા ગામમાં, સગાંસંબંધીઓમાં તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કિશોરીનો પત્તો ન લાગતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી કરવામાં આવી હતી.

ફરિયાદી ઇન્દ્રજીતસિંહ ચાવડા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 16 વર્ષીય પુત્રી માહી દહેજની પી.જે. છેડા સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. ફરિયાદ મુજબ, 22 ઓક્ટોબરની રાત્રે પરિવારજનો જમ્યા બાદ સૂઈ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે આશરે પાંચ વાગ્યે માતા બાળકોનું ટિફિન બનાવવા માટે જાગ્યાં ત્યારે પુત્રી રૂમમાં હાજર ન હોવાનું જણાયું હતું. તપાસ કરતાં પુત્ર રૂમમાં સૂતો હતો, પરંતુ માહી તેના પલંગ પર ન હતી.

પરિવારજનોએ તાત્કાલિક આસપાસમાં તપાસ કરી તેમજ ગામ અને સગાંસંબંધીઓમાં ફોન કરીને જાણકારી મેળવી હતી. જોકે, કોઈ ભાળ મળી નહોતી. આ દરમિયાન પરિવારને અગાઉની એક ઘટના યાદ આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે ચાર મહિના પહેલાં કિશોરી તેની માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી ત્યારે તેના મોબાઈલમાં એક યુવક સાથે મેસેજથી વાતચીત થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

પરિવારના જણાવ્યા અનુસાર, આ યુવક કૃણાલસિંહ પ્રભાતસિંહ રાઠોડ, રહે. સુલતાનપુરા, ઝઘડિયા, તેમનો કુટુંબીક સંબંધી થાય છે. અગાઉ આ બાબતે પરિવાર દ્વારા યુવકને સમજાવી ઠપકો આપવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

કિશોરી ગુમ થયા બાદ પરિવારજનોએ યુવકના ઘરે તપાસ કરાવી હતી. તે પણ રાત્રિના સમયથી ઘરે હાજર ન હોવાનું જાણવા મળતાં પરિવારની શંકા વધુ ઘેરી બની હતી. ત્યારબાદ ભરૂચ અને ઝઘડિયા સહિતના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કિશોરી અને યુવક બંનેનો પત્તો મળ્યો નહોતો.

આખરે પરિવારજનોએ પરસ્પર ચર્ચા કર્યા બાદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી કરી છે. કિશોરી અને યુવક ક્યાં છે તથા બંનેના ગુમ થવા પાછળનું ચોક્કસ કારણ શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


Share

Related posts

રાજપીપળા : જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ખાતર-બિયારણ કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાયું.

ProudOfGujarat

ગોધરા : બાબાસાહેબ આંબેડકરની જન્મજંયતિની નિમિત્તે યુવાનોએ સ્વેચ્છિક રક્તદાન કર્યું.

ProudOfGujarat

વડોદરા આર.આર.સેલનો સપાટો,નર્મદાના દેવલિયામાં 15 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારિયાની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!