Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળી પહેલાં ભરૂચવાસીઓને રાહતના ફટાકડાં, જીઈબી કર્મચારી સહકારી મંડળીના સ્ટોરનો શુભારંભ : ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધ્યેય સાથે સતત ત્રીજા વર્ષે અનોખી પહેલ; સભાસદો સહિત જિલ્લાના નાગરિકોને વાજબી ભાવે ફટાકડાં મળશે

Share

ભરૂચ :

દિવાળીના તહેવાર પહેલાં ભરૂચવાસીઓને મોંઘવારીમાં આર્થિક રાહત મળે તેવા હેતુથી ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળી લિમિટેડ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. મંડળી દ્વારા સતત ત્રીજા વર્ષે રાહતદરે ફટાકડાંના વેચાણ માટે વિશેષ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલી જીઈબી કચેરીના કમ્પાઉન્ડની બહાર શરૂ કરાયેલા આ સ્ટોરનો શુભારંભ કરવામાં આવતાં દિવાળીની ખરીદી માટે નાગરિકોને વાજબી ભાવનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.

Advertisement

દિવાળીના પર્વ દરમિયાન ફટાકડાંની વધતી માંગ વચ્ચે સામાન્ય નાગરિકોને પોસાય તેવા ભાવે ફટાકડાં મળી રહે તેવા ઉમદા હેતુથી આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. મંડળી દ્વારા ‘નહીં નફો, નહીં નુકસાન’ના સિદ્ધાંતને અનુસરીને ફટાકડાંનું વેચાણ કરવામાં આવશે. આ સ્ટોરનો લાભ મંડળીના સભાસદો ઉપરાંત ડીજીવીસીએલ અને જેટકોના કર્મચારીઓ તેમજ ભરૂચ જિલ્લાના અન્ય નાગરિકો પણ મેળવી શકશે.

ફટાકડાંના સ્ટોરના શુભારંભ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ ભાડ, જિલ્લા મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, જેટકો ભરૂચ ઝોનના એડિશનલ ચીફ એન્જિનિયર એ. એન. પટેલ, ડીજીવીસીએલ-જેટકોના અધિક્ષક ઇજનેર એચ. આર. મોદી, દક્ષાબેન સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીના પ્રમુખ ચિરાગ શાહ અને તેમની કમિટી દ્વારા આ પહેલના માધ્યમથી ભરૂચ જિલ્લાના નાગરિકોને દિવાળીના તહેવારમાં આર્થિક રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા સહયોગ આપનાર જેટકો અને ડીજીવીસીએલના અધિકારીઓનો મંડળી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સતત ત્રીજા વર્ષે શરૂ કરાયેલી આ પહેલથી દિવાળીના તહેવારમાં નાગરિકોને વાજબી ભાવે ફટાકડાં ખરીદવાની તક મળશે અને મંડળીની સેવાકીય પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન મળશે.


Share

Related posts

ડાંગ-માલેગામ ઘાટમાર્ગમાં માલસામાન ભરેલો ટેમ્પો પલટતાં અકસ્માત સર્જાયો

ProudOfGujarat

ગણપતિ મહોત્સવ માટે પશ્ચિમ રેલવેની મોટી ભેટ: વડોદરા-વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે 14 ફેરા સ્પેશિયલ ટ્રેનો

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. પોલીસ તેમજ રાજપારડી પોલીસની સંયુકત ટુકડીએ આંતરરાજય વાહનો ચોરી કરતી ગેંગના બે શખ્સોને ઝડપી પાડી તેઓ પાસેથી કુલ 29 જેટલી મોટર સાયકલો જપ્ત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!