Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ‘વોકલ ફોર લોકલ’ થીમ સાથે સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ  :  6 નવેમ્બર સુધી યોજાનારા મેળામાં ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ, સખી મંડળોના ઉત્પાદનો, ખાણીપીણી અને બાળકો માટેના મનોરંજનની વ્યવસ્થા

Share

 

ભરૂચ :

Advertisement

કેન્દ્ર સરકારના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને પ્રોત્સાહન આપવા ભરૂચમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા આયોજન ભવનની સામે આવેલા સંકટ મોચન હનુમાનજી મંદિરના પટાંગણમાં ભરૂચ નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળાનું ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના મિશન ડાયરેક્ટર મહેશભાઈ જાની, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના હસ્તે રિબન કાપીને તથા દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નાના વેપારીઓ, ફેરિયાઓ, ગૃહઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો અને કુશળ કારીગરોને સ્થાનિક સ્તરે વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી યોજાયેલા આ મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. મેળો 6 નવેમ્બર સુધી યોજાશે.

મેળામાં ગૃહઉદ્યોગો અને સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સાબુ, કપડાં, આયુર્વેદિક વસ્તુઓ, મુખવાસ, કટલરી, મસાલા, પાપડ, પાપડી, ડ્રેસ મટિરિયલ, હર્બલ પ્રોડક્ટ્સ તેમજ ભરૂચની પરંપરાગત ઓળખ સમાન સુજની જેવી સ્થાનિક બનાવટોની ખરીદી કરવાની તક નાગરિકોને મળી રહી છે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે ખાણીપીણીના સ્ટોલ અને બાળકોના મનોરંજન માટે રમતગમતનાં સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના મિશન ડાયરેક્ટર મહેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ગત વર્ષના સ્વદેશી મેળામાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત આ વર્ષે પણ નાના વેપારીઓ અને ફેરિયાઓને પ્રોત્સાહન આપવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મેળાની વધુમાં વધુ લોકો મુલાકાત લે અને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને વેપારીઓને પ્રોત્સાહન આપે તે માટે અપીલ કરી હતી.

ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવે છે. ગ્રામ સચિવાલય જેવી વ્યવસ્થાઓ દ્વારા લાભાર્થીઓની ઓળખ કરીને તેમને યોજનાકીય લાભો પહોંચાડવાનો પ્રયાસ થાય છે. તેમણે નાના વેપારીઓ અને સ્થાનિક કારીગરો માટે સ્વદેશી મેળાને એક મોટું સાધન ગણાવતાં જણાવ્યું હતું કે, આવા મેળાઓ નાના વેપારીઓને રોજગારી અને આજીવિકા પૂરી પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રૂચિતા મોદી, કારોબારી અધ્યક્ષ, સ્થાનિક નગરસેવકો, નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક ઉત્પાદનોને બજાર પૂરું પાડવા અને સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ મેળાથી નાના વેપારીઓ, સ્વસહાય જૂથો અને કારીગરોને પોતાની બનાવટોનું વેચાણ કરવાની તક મળી રહી છે. સાથે જ નાગરિકો એક જ સ્થળે વિવિધ સ્થાનિક ઉત્પાદનોની ખરીદીનો લાભ મેળવી શકશે.


Share

Related posts

હાંસોટ ખાતે જુગાર રમતા ત્રણ જુગારીઓ હજારોના મુદ્દામાલ સાથે પોલીસની પકડમાં આવ્યા

ProudOfGujarat

શું કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત ? : ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે 35 દિવસ બાદ અગ્નિદાહ માટે આવ્યો મૃતદેહ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ‘સાયબર જાગૃતિ રથ’નો પ્રારંભ : અંતરિયાળ ગામડાં, શાળા-કોલેજોમાં પહોંચીને લોકોને સાયબર છેતરપિંડીથી બચવા કરાશે જાગૃત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!