Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલીયાના કમળા માતાજી મંદિર ખાતે ડો. પ્રવીણ તોગડિયાનું સ્વાગત કરાયું : કિસાન સંઘના આગેવાનો, સાધુ-સંતો અને હિન્દુ ધર્મસેનાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં માતાજીની છબી, હાર અને શાલ અર્પણ કરી સન્માન કરાયું

Share

 

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આવેલા કમળા માતાજીના મંદિર ખાતે હિન્દુ નેતા અને રામજન્મભૂમિ આંદોલનના અગ્રણી કારસેવક ડો. પ્રવીણભાઈ તોગડિયાનું આગમન થતાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે કિસાન સંઘ ગુજરાતના પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી, કિસાન સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ તથા હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત સાધુ-સંતો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત આગેવાનોએ ડો. પ્રવીણભાઈ તોગડિયાને કમળા માતાજીની છબી અર્પણ કરી, હાર પહેરાવી તથા શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ધાર્મિક માહોલ વચ્ચે આગેવાનો અને કાર્યકરોએ તેમનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને સમર્થકોની ઉપસ્થિતિએ પ્રસંગને વિશેષ બનાવ્યો હતો.


Share

Related posts

જામનગરમાં ફલડ કંટ્રોલ રૂમની મેયરના હસ્તે શરૂઆત.

ProudOfGujarat

વડોદરા : વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે વિઝા અને એડમિશનના બહાને 36 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર:ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી પોલીસ.એક કિશોર સહીત બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!