Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રહાડપોર નજીક છોટા હાથી ટેમ્પોની અડફેટે એક્ટિવા ચાલકનું મોત, 64 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત : અમૃતપ્રથા ઇન્ટરનેશનલ સ્કૂલ સામે પૂરઝડપે આવતા ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારતાં અકસ્માત 

Share

ભરૂચ.

ભરૂચ તાલુકાના રહાડપોર ગામ નજીક અમૃતપ્રથા ઇન્ટરનેશનલ સ્કૂલ સામે છોટા હાથી ટેમ્પો અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા પર સવાર 64 વર્ષીય આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, રહાડપોર ગામના સરદાર આવાસમાં રહેતા છોટુભાઈ સોમાભાઈ વસાવા (ઉં.વ. 64) ભેંસો ચરાવવાનું કામ કરતા હતા. ગત તા. 2 નવેમ્બરના રોજ સવારે આશરે નવ વાગ્યે તેઓ ઘરેથી ભેંસો લઈને ગામના તળાવ પાસે ચરાવવા ગયા હતા. દરમિયાન તેમની બહેન કંચનબેન વસાવા, ભાભી સવિતાબેન અને બે દીકરીઓ ઘરકામ અર્થે ઓટોરિક્ષામાં ભરૂચ આવ્યાં હતાં.
બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં ગામના સરફરાજ યુસુફભાઈ પટેલનો કંચનબેનને ફોન આવ્યો હતો. જેમાં તેમના ભાઈ છોટુભાઈનો ચાવજ સ્થિત વિડિયોકોન કંપનીના ગેટ પાસે છોટા હાથી ટેમ્પા સાથે અકસ્માત થયો હોવાનું અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જણાવાયું હતું.
આ સમાચાર મળતાં કંચનબેન અને સવિતાબેન ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ત્યાં છોટુભાઈ એક્ટિવા નંબર GJ-16-CL-3483 સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે નજીકમાં છોટા હાથી ટેમ્પો નંબર GJ-16-AW-7369 પણ પડેલો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, છોટુભાઈ એક્ટિવા લઈને ચાવજથી રહાડપોર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન રહાડપોર તરફથી ચાવજ તરફ પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા છોટા હાથી ટેમ્પાના ચાલકે અમૃતપ્રથા ઇન્ટરનેશનલ સ્કૂલ સામે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે છોટુભાઈને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
આ બનાવ અંગે મૃતકની બહેન કંચનબેન વસાવાએ છોટા હાથી ટેમ્પાના ચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોના ફૂટપાર્થ પરથી અજાણ્યા ઇસમોનો મૃતદેહ મળ્યો,પોલીસે મામલે વધુ તપાસ હાથધરી..!!!

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરના જમાઈ મોહલ્લામાં રાત્રીના પાના પત્તાનો જુગાર રમતા 13 શકુનીઓને પોલીસે રેડ કરી ઝડપી લેતા શકુનીઓમાં ભાગદોડ મચી હતી.

ProudOfGujarat

ઉમરપાડા પોલીસે કત્લ ના ઇરાદે લઈ જવાતા ગૌવંશને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!