Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં દિવાળીના તહેવારોમાં પણ ફરજને પ્રાથમિકતા : ૧૦૮ અને ૧૧૨ની ટીમ ૨૪ કલાક ખડેપગે : ૧૦૮ની ૩૪ એમ્બ્યુલન્સ અને ૧૧૨ની ૩૫ પીસીઆર વાન સાથે ૧૯૦થી વધુ કર્મચારીઓ સુરક્ષા અને જીવનરક્ષા માટે તૈનાત : ઈમરજન્સી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે કર્મચારીઓમાં રજાઓ રદ કરાઈ

Share

 

। ભરૂચ !

Advertisement

દિવાળીના પર્વે જયારે ભરૂચવાસીઓ પોતાના પરિવારજનો સાથે તહેવારની ખુશીઓ મનાવશે. ત્યારે બીજી તરફ નાગરિકોની સુરક્ષા અને જીવનરક્ષા માટે ૧૦૮ તેમજ ૧૧૨ ઈમરજન્સી સેવાની ટીમો પોતાની ફરજ પર ખડેપગે રહેશે. તહેવારોની ઉજવણી દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી, નૂતન વર્ષ તેમજ ભાઈબીજ જેવા તહેવારો દરમિયાન મેડિકલ ઈમરજન્સી, માર્ગ અકસ્માતો તેમજ આગની ઘટનાઓમાં સંભવિત વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ૧૦૮ની ૩૪ એમ્બ્યુલન્સ તેમજ ૧૧૨ની ૩૫ પીસીઆર વાન સતત કાર્યરત રાખવામાં આવશે. આ કામગીરી માટે ૧૯૦થી વધુ કર્મચારીઓ ૨૪ કલાક ફરજ પર તૈનાત રહેશે.

ઈમરજન્સી સેવાઓમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન સર્જાય અને જરૂરિયાતના સમયે નાગરિકોને સમયસર મદદ મળી રહે તે હેતુથી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન દરેક ઈમરજન્સી કોલને ગંભીરતાથી લઈને તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે ટીમોને સજ્જ રાખવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ મેડિકલ ઈમરજન્સી, માર્ગ અકસ્માત, આગ અથવા અન્ય કટોકટીની સ્થિતીમાં તાત્કાલિક ૧૦૮ અથવા ૧૧૨ પર સંપર્ક કરવો.

એક તરફ લોકો પોતાના પરિવાર સાથે દિવાળીની ખુશીઓ વહેંચશે, તો બીજી તરફ પોતાના પરિવારથી દૂર રહીને ભરૂચવાસીઓની સુરક્ષા અને જીવન બચાવવા ૧૦૮ તેમજ ૧૧૨ના તમામ કર્યમચારીઓ નિષ્ઠા, સમર્પણ અને ફરજ પ્રતિબદ્ધતાને સાર્થક કરશે.


Share

Related posts

અંકલેશ્વરમાં શાલીમાર કોમ્પલેક્ષ પાસેથી બે બુટલેગરને ઝડપી પાડતી જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિઝ ચેસ ટુર્નામેન્ટમાં ભરૂચની શિવાની સુતરિયા એ ગોલ્ડ મેડલ મેળવ્યો

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પ્રીત ગુડ્ઝ કેરિયર નામની પેઢી માંથી સાત જુગારીને ઝડપી પાડતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!