Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં ગાંજાના વેપાર પર પોલીસનો સપાટો, બે આરોપી ઝડપાયા : ૧.૮૮૦ કિલો ગાંજો, બુલેટ સહિત રૂ.૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે, ભડકોદરાના વધુ એક શખ્સનું નામ ખૂલ્યું

Share

 

અંકલેશ્વર:

Advertisement

ભરૂચ જિલ્લા પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગે અંકલેશ્વર GIDC વિસ્તારમાં ગાંજાના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે રચના નગરમાં ફાટક પાસે પાનના ગલ્લા નજીક દરોડો પાડી ૧.૮૮૦ કિલોગ્રામ ગાંજો અને બુલેટ સહિત કુલ રૂ.૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે રચના નગરમાં ફાટક પાસે પાનના ગલ્લા નજીક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રાજુ ગણેશ ગામીત અને સચિન પન્નાલાલ ગુપ્તા ગાંજાનો જથ્થો વેચાણના ઇરાદે રાખતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે રૂ.૯૪ હજારની કિંમતનો ૧.૮૮૦ કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો.

આ ઉપરાંત રૂ.૧ લાખની કિંમતની બુલેટ મોટરસાઇકલ, બે મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.૨.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસ દરમિયાન ભડકોદરા ખાતે રહેતા અન્ય એક શખ્સનું નામ પણ બહાર આવ્યું છે. આ મામલે અંકલેશ્વર GIDC પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નશાના કારોબારમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.


Share

Related posts

ભરૂચ : ટંકારીયામાં પચાસ બેડની સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલ નિર્માણ પામશે.

ProudOfGujarat

પંચમહાલ : આર્મી ભરતી પ્રક્રિયામાં યુવાનોની વય મર્યાદામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત.

ProudOfGujarat

નેત્રંગની શિક્ષકાએ પોતાના લગ્નમાં સગા-સબંધીઓને ફળાઉ કલમ આપી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!