Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નંદેલાવ બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધનું જાહેરનામું સ્થગિત: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો મહત્વપૂર્ણ હુકમ, ભારે વાહનોની અવરજવર અંગે રાહત

Share

ભરૂચ :

ભરૂચ-દહેજ બાયપાસ રોડ (SH-6) પર આવેલા નંદેલાવ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. આ નિર્ણયને પગલે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતા અગાઉના હુકમની અમલવારી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

Advertisement

ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1) તથા 33(1)(બી) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે. અગાઉ નંદેલાવ બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવા તેમજ વૈકલ્પિક માર્ગ પરથી વાહનવ્યવહાર ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જાહેરનામામાં સુધારા હુકમ પણ કરવામાં આવ્યો હતો.

જોકે, હાલની પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખીને અગાઉ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા તથા તેના સુધારા હુકમને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ મુજબ હવે પછી અન્ય આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી આ બંને હુકમોની અમલવારી મોકૂફ રહેશે. આ અંગેની સત્તાવાર માહિતી ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અખબારી યાદી મારફતે આપવામાં આવી છે.


Share

Related posts

અમદાવાદ : ત્રણ વર્ષમાં એરપોર્ટ પર 59 વખત બર્ડ હીટ : એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં ગાય-વાંદરા પણ ઘૂસ્યા.

ProudOfGujarat

વાંકલ : વિશ્વ વસ્તી દિન નિમિત્તે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે જન જાગૃતિ રેલી યોજાય.

ProudOfGujarat

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!