Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્રેકિંગ ન્યૂઝ | ભરૂચ – આમોદ : ઓચછણ ગામે માટી ખોદકામને લઈ મોટો વિવાદ! ખેડૂતની જમીનનું ધોવાણ અને નુકસાન થયાના આક્ષેપો, ડુપ્લિકેટ સહીથી પરમિશન મેળવાઈ હોવાની ફરિયાદ

Share

 

આમોદ તાલુકાના ઓચછણ ગામે ખેડૂત પ્રવીણભાઈ વેરીભાઈ પટેલની જમીનમાં માટી ખોદકામના મામલે વિવાદ વકર્યો છે. ખેડૂત પક્ષે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હોવા ઉપરાંત ડુપ્લિકેટ સહી અને ખોટા દસ્તાવેજોના આધારે પરમિશન મેળવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

Advertisement

જમીનના ધોવાણ અને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતે કલેક્ટર, મુખ્યમંત્રી કાર્યાલય (CMO), વડાપ્રધાન કાર્યાલય (PMO) સહિત સંબંધિત વિભાગોમાં લેખિત ફરિયાદ કરી છે.

સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ, સ્થળ તપાસ કરી જમીનને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા તેમજ જો ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

 


Share

Related posts

મંદિર નો રસ્તો રોકીને યુવતી એવી રીતે ઉભી રહી કે સીધો પ્રેમનો દ્વાર ખુલી ગયો….

ProudOfGujarat

જીવનની દશા સુધારવા દશ દિવસ દશામાની પૂજા, હવે મા દશામાની જ દુર્દશા

ProudOfGujarat

ભરૂચ SOGએ આર્મ્સ અને પ્રોહીબિશન કેસમાં ફરાર આરોપીને સુરતથી ઝડપી પાડ્યો :  આરોપી સામે સુરત અને ભરૂચમાં અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!