Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ખનિજ માફિયાઓ સામે તંત્રની મોટી કાર્યવાહી: બે દિવસમાં રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત : રેતીના ગેરકાયદે ખનન અને વહનનો પર્દાફાશ, 3 યાંત્રિક નાવડીઓ, એક્સકેવેટર અને 3 વાહનો સીઝ કરાયાં, ખનિજ માફિયાઓમાં ફફડાટ

Share

ભરૂચ: ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે 23 અને 24 નવેમ્બરના રોજ વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખનિજ વિભાગની તપાસ ટીમે ભરૂચ-દહેજ રોડ તેમજ વડોદરા-ભરૂચ હાઇવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતા બે વાહનો અને સાદી માટીનું ગેરકાયદે વહન કરતા એક વાહનને ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યાં હતાં.

Advertisement

આ ઉપરાંત તરસાલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીના કિનારે ટીમે આકસ્મિક દરોડો પાડ્યો હતો. જેમાં સાદી રેતીનું ગેરકાયદે ખનન કરતી ત્રણ યાંત્રિક નાવડીઓ અને એક એક્સકેવેટર મશીન મળી આવ્યાં હતાં. ટીમે તમામ સાધનો જપ્ત કરવાની સાથે સ્થળ પર સંગ્રહિત રેતીના મોટા જથ્થાની માપણી પણ હાથ ધરી હતી.

બે દિવસની સમગ્ર તપાસ દરમિયાન કુલ ત્રણ વાહનો, ત્રણ યાંત્રિક નાવડીઓ અને એક એક્સકેવેટર મશીન મળી રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા મુદ્દામાલ સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ખનિજ વિભાગની આ મોટી કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


Share

Related posts

વર્લ્ડ મેગ્રુવ્સ ડે નિમિત્તે ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સાગર ખડૂતઓનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વેરાવળમાં હોળી નિમિત્તે ભોઈ સમાજ દ્વારા કાળભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાશે

ProudOfGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ફરી મોત ને વહાલું કરવા જતી મહિલા ને જાગૃત રાહદારીઓએ જીવ બચાવી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!