Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ: થાર કારમાં MD ડ્રગ્સ અને બાઈક સવાર બે યુવકો પાસેથી ગાંજો ઝડપાયો, ત્રણ આરોપી ઝડપાયા : અંકલેશ્વર GIDC પોલીસની ફિલ્મી ઢબે કાર્યવાહી: 389 ગ્રામ ગાંજો અને 4 ગ્રામ MD ડ્રગ્સ સહિત રૂ.10.96 લાખનો મુદ્દામાલ જપ્ત, નવલ ભાભોર અને ઇમરાન પઠાણનાં નામ ખૂલ્યાં

Share

ભરૂચ: ભરૂચ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી વચ્ચે અંકલેશ્વર GIDC પોલીસે રાજપીપળા ચોકડી નજીક સદાનંદ હોટલ ત્રણ રસ્તા પાસે આવેલા મક્કી ઓટોમોબાઇલ નજીક દરોડો પાડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે થાર કારમાં MD ડ્રગ્સ લઈને આવેલા એક શખ્સ અને બાઈક પર ગાંજો લઈને આવેલા બે યુવકો સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી રૂ.10,96,450નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરનો રહેમતખાન પઠાણ પોતાની ગ્રે કલરની મહિન્દ્રા થાર કારમાં MD ડ્રગ્સનો જથ્થો લઈને જીતાલી ગામના ઓરંગઝેબ શેખ અને મીરાનગરના રીતેષ મંડલને આપવા આવવાનો છે. જેના આધારે PI આર.એમ. વસાવાની આગેવાનીમાં પોલીસ ટીમે પંચો, ફોટોગ્રાફર, વજનકાંટાવાળા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં વોચ ગોઠવી હતી.

Advertisement

દરમિયાન પલ્સર બાઈક પર આવેલા ઓરંગઝેબ શેખ અને રીતેષ મંડલ પાછળ થાર કાર લઈને રહેમતખાન પઠાણ પહોંચ્યો હતો. પોલીસે ત્રણેયને કોર્ડન કરી તપાસ કરતાં બાઈક સવાર રીતેષ મંડલ પાસેથી 389 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જ્યારે થાર કારચાલક રહેમતખાન પાસેથી 4 ગ્રામ MD (મેફેડ્રોન) ડ્રગ્સ મળી આવ્યું હતું. FSL અધિકારીએ સ્થળ પર તપાસ કરતાં ગાંજામાં કેનાબીસના સક્રિય ઘટકો અને MD ડ્રગ્સની હાજરી પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે 389 ગ્રામ ગાંજો, 4 ગ્રામ MD ડ્રગ્સ, ત્રણ મોબાઇલ ફોન, પલ્સર બાઈક, મહિન્દ્રા થાર કાર અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.10,96,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં ઓરંગઝેબ અને રીતેષે ગાંજો અંકલેશ્વરના નવલ ભાભોર પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે રહેમતખાને MD ડ્રગ્સ પોતાના સગા ભાઈ ઇમરાન પાસેથી લાવ્યો હોવાનું ખુલ્યું હતું. ત્રણેય આરોપીઓને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલનાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ વનવિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચમાં શ્રમિકના ઘરનું વીજ બીલ ૮૭.૯૮ લાખ આવ્યું, સુધારા બાદ ૧૪૨૦ થયું

ProudOfGujarat

પનોલી માં થયેલ ચોરી નો ભેદ ઉકેલાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!