Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના વડદલામાં ભાડૂઆતની પોલીસ નોંધણી ન કરાવનાર બે મકાનમાલિક સામે ગુનો નોંધાયો : દહેજ પોલીસની ભાડૂઆત ચેકિંગ ઝુંબેશમાં બેદરકારી સામે આવી, દુકાન અને મકાન ભાડે આપ્યા બાદ ભાડૂઆતોના આધાર-પુરાવા અને ફોટા પોલીસમાં જમા કરાવ્યા ન હતા

Share

ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી દહેજ પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ભાડૂઆતોની ચેકિંગ અને ભાડા કરાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાગરા તાલુકાના વડદલા ગામની સેન્ટ્રોસા સોસાયટીમાં ભાડૂઆતની પોલીસ નોંધણી નહીં કરાવનાર બે મકાનમાલિક સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223(B) હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.

પ્રથમ બનાવમાં પોલીસે સેન્ટ્રોસા સોસાયટીમાં આવેલી આદિત્ય ગારમેન્ટ સ્ટોર્સ નામની દુકાનની તપાસ કરી હતી. દુકાનમાં હાજર ભાડૂઆત બીરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી માસિક રૂ.10 હજારના ભાડેથી દુકાન ચલાવે છે. દુકાનના માલિક અપુર્વ અજીત રોય હોવાનું સામે આવ્યું હતું. જોકે, દુકાન ભાડે આપ્યા બાદ ભાડૂઆતના આઈડી પ્રૂફ, ફોટા અને મૂળ સરનામાની વિગતો નિયત ફોર્મમાં ભરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી નહોતી.

Advertisement

બીજા બનાવમાં આ જ સોસાયટીમાં ભાડે અપાયેલા મકાનની તપાસ દરમિયાન ભાડૂઆત ડાહ્યાભાઈ હિરાભાઈ ડામોર મળી આવ્યા હતા. તેઓ છેલ્લા બે મહિનાથી માસિક રૂ.7 હજારના ભાડેથી રહેતા હતા. મકાનમાલિક ગીતાબેન ઠાકોરભાઈ પટેલે પણ ભાડૂઆતના ઓળખના પુરાવા, ફોટા અને મૂળ સરનામાની વિગતો પોલીસમાં નોંધાવી નહોતી.

આમ, ભાડૂઆત નોંધણી અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ દહેજ પોલીસે બંને મકાનમાલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી ભાડૂઆતની વિગતો પોલીસ ચોપડે નોંધાવ્યા વિના મકાન કે દુકાન ભાડે આપતા માલિકોમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

માંગરોળના મોસાલી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત :  ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાઈ; ઉમરપાડામાં પ્રતિમા નિર્માણ માટે રૂ.51 લાખની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત

ProudOfGujarat

માંગરોળ : બોરસદ દેગડીયાના કોંગ્રેસી સરપંચ અને વડ, ગામના આગેવાનો ભાજપમાં જોડાતા ખેસ પહેરાવી આવકાર્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામા ગામડે ગામડે જઇ ઘેર-ઘેર સર્વે કરી સહાય અપાવા માટે જાતે ફોર્મ ભરી મદદરૂપ થતી નિર્ભયા સ્કવોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!