Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચોકલેટની લાલચ આપી બે વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, દહેજ પંથકમાં ચકચાર : પિતાના 28 વર્ષીય મિત્ર સામે ગંભીર આક્ષેપ : દહેજ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી ભરૂચની પોક્સો કોર્ટમાં રજૂ કર્યો

Share

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માત્ર બે વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાના ગંભીર આક્ષેપ સાથે પિતાના 28 વર્ષીય મિત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. ચોકલેટની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદના પગલે દહેજ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દહેજ પંથકમાં રહેતા પરિવારની માત્ર બે વર્ષની બાળકી સાથે પિતાના મિત્ર તરીકે પરિચિત 28 વર્ષીય પરપ્રાંતિય યુવકે ચોકલેટ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. પરિવારના પરિચિત વ્યક્તિ સામે જ આ પ્રકારના ગંભીર આક્ષેપ સામે આવતાં પરિવારજનોમાં ભારે આઘાત અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

Advertisement

ઘટનાની જાણ થતાં પરિવારજનોએ દહેજ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. બાળકીની ઉંમર અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ અર્થે ભરૂચની પોક્સો કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જ્યાં તપાસના હિતમાં આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી ઘટનાના સંજોગો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરી રહી છે. બે વર્ષની માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાના આક્ષેપથી દહેજ પંથકમાં ભારે ચકચાર મચી છે.


Share

Related posts

દેડીયાપાડા તાલુકામાં ખોડાઆંબા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક માજી કેન્દ્રીય મંત્રીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈને આકરા પ્રહારો કર્યા.

ProudOfGujarat

તારા વિના શ્યામ મને એકલડુ લાગે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!