Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના આંબેડકર શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું, મહિલા મેનેજરની ધરપકડ : P.P. SPA HEALTH AND CARE THERAPYમાં પોલીસનો દરોડો : ડમી ગ્રાહક મોકલી દેહવ્યાપારનો પર્દાફાશ, રૂ.3 હજાર રોકડા અને વપરાયેલા કોન્ડમ કબજે

Share

ભરૂચ શહેરના શાલીમાર ત્રણ રસ્તા પાસે આવેલા આંબેડકર શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ચાલતા કથિત કુટણખાના પર પોલીસે દરોડો પાડી મહિલા મેનેજરને ઝડપી પાડી છે. જ્યારે સ્પાની માલિક મહિલા ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી રૂ.3 હજાર રોકડા અને ત્રણ કોન્ડમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા દિવસ અગાઉ આંબેડકર શોપિંગ સેન્ટરના ધાબા પર વપરાયેલા કોન્ડમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ મામલે તપાસ દરમિયાન શોપિંગ સેન્ટરમાં આવેલી P.P. SPA HEALTH AND CARE THERAPYમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી.

Advertisement

જેના આધારે પોલીસે બે પંચો અને ડમી ગ્રાહક તરીકે શુભમ ઉદયશંકર યાદવને બોલાવી સમગ્ર કાર્યવાહી અંગે સમજ આપી હતી. ડમી ગ્રાહકને રૂ.500ના દરની છ નોટ મળી કુલ રૂ.3 હજાર આપી સ્પામાં મોકલવામાં આવ્યો હતો. ડમી ગ્રાહકે સ્પામાં પ્રવેશ કરી શરીરસુખ માણવા માટે નાણાંની આપ-લે કર્યા બાદ પોલીસને મિસકોલ આપતાં પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન સ્પાના કાઉન્ટર પરથી મેનેજર સીમાબાનુ અબ્દુલમનાન શેખ (ઉં.વ.23) મળી આવી હતી. પોલીસે રૂમોની તપાસ કરતાં એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે એક યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી. યુવતીની ઓળખ માનસી સૈની (ઉં.વ.23) તરીકે થઈ હતી. રૂમમાંથી ત્રણ કોન્ડમ પણ મળી આવ્યા હતા. અન્ય એક રૂમમાંથી સરવરજહા અલીરઝાખાન ખાન (ઉં.વ.36) નામની મહિલા મળી આવી હતી.

પોલીસે કાઉન્ટરમાં તપાસ કરતાં ડમી ગ્રાહકને આપવામાં આવેલી એ જ છ નોટ મળી આવી હતી, જે કુલ રૂ.3 હજારની રકમ હતી. પોલીસે આ રકમ કબજે કરી હતી. સ્પાના દસ્તાવેજોની તપાસમાં માલિક તરીકે અફ્રોઝ મહંમદ મુસ્લિમ શેખનું નામ સામે આવ્યું હતું.

પ્રાથમિક ફરિયાદ મુજબ, સીમાબાનુ સ્પામાં મેનેજર તરીકે રહી યુવતીઓ મારફતે શરીરસુખની સુવિધા પૂરી પાડતી હતી, જ્યારે માલિક અફ્રોઝ પોતાના આર્થિક લાભ માટે સ્પાની આડમાં દેહવ્યાપાર કરાવતી હોવાનો આક્ષેપ છે. પોલીસે સીમાબાનુની ધરપકડ કરી ફરાર માલિક અફ્રોઝને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

હાંસોટ તાલુકાના રાયમા અને સુણેવકલ્લા ખાતેની સ્માર્ટ આંગણવાડીની કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ એ મુલાકાત લીધી

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં ધો. 1 અને 2 ના શિક્ષકોની અંગ્રેજી વિષયની તાલીમ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસમાં કભી ખુશી કભી ગમનો માહોલ : શહેર કોંગ્રેસના મંત્રી પદ પરથી એડવોકેટ સરફરાજ શેખે આપ્યું રાજીનામું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!