Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મોબાઇલમાં શંકાસ્પદ એપ્લિકેશન ઇન્સ્ટોલ થતાં બે વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ, રૂ.1.34 લાખની ઠગાઈ : એક ટેક્નિશિયનના ખાતામાંથી રૂ.43 હજાર અને અન્ય વૃદ્ધના તથા પત્નીના બેંક ખાતામાંથી રૂ.91,687 ઉપડી ગયા : મોબાઇલની સ્ક્રીન ઓન-ઓફ થવા અને ફેક્ટરી રીસેટ થયા બાદ છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો

Share

ભરૂચ શહેરમાં સાયબર ઠગોએ મોબાઇલનો એક્સેસ મેળવી બે વ્યક્તિઓના બેંક ખાતામાંથી કુલ રૂ.1,34,687 ઉપાડી લેતાં ચકચાર મચી છે. બંને કિસ્સામાં મોબાઇલમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ બેંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર થયાની વિગતો સામે આવી છે. આ મામલે બંને ભોગ બનનારોએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કર્યા બાદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ બનાવમાં દહેજ બાયપાસ રોડ સ્થિત રંગ પ્લેટીનિયમ બંગ્લોઝમાં રહેતા અને GNFC ખાતે ટેક્નિશિયન તરીકે નોકરી કરતા 34 વર્ષીય નિકુંજ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. ગત 15 સપ્ટેમ્બરના રોજ તેઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે ફ્રીમાં ફિલ્મો અને વેબ સિરીઝ જોવાની એપ્લિકેશનની જાહેરાત જોવા મળી હતી. જાહેરાતની લિંક પર ક્લિક કરતાં મોબાઇલમાં એપ્લિકેશન આપમેળે ઇન્સ્ટોલ થઈ ગઈ હતી. ત્યારબાદ મોબાઇલની સ્ક્રીન વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી અને ફોન રિસ્ટાર્ટ કર્યા બાદ પણ સમસ્યા યથાવત રહી હતી.

Advertisement

દરમિયાન મોબાઇલ ફેક્ટરી ડેટા રીસેટ થઈ જતાં તેઓએ મોબાઇલ દુકાનેથી ફોન ફરી ચાલુ કરાવ્યો હતો. ત્યારબાદ મેસેજ તપાસતાં બંધન બેંક ખાતામાંથી પોતાના યસ બેંક ખાતામાં રૂ.8,800 ટ્રાન્સફર થયા હતા અને ત્યારબાદ યસ બેંક ખાતામાંથી અજાણ્યા યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં UPI મારફતે રૂ.43 હજાર ઉપડી ગયાનું જાણવા મળ્યું હતું.

બીજા બનાવમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા 66 વર્ષીય ઇશ્વરભાઇ મિસ્ત્રી સાથે છેતરપિંડી થઈ હતી. ગત 3 નવેમ્બરના રોજ તેમના મોબાઇલની સ્ક્રીન આપમેળે ચાલુ-બંધ થવા લાગી હતી. મોબાઇલ દુકાનેથી સોફ્ટવેર અપડેટ કરાવ્યા બાદ પુત્રએ જરૂરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી. જોકે, ફોનપેમાં બેલેન્સ તપાસતાં ખાતામાં રકમ શૂન્ય થઈ હોવાનું જણાયું હતું.

બેંકમાં તપાસ કરતાં તેમના SBI ખાતામાંથી રૂ.86,169 તથા પત્ની સુષ્માબેનના યુનિયન બેંક ખાતામાં રહેલા રૂ.5,518 મળી કુલ રૂ.91,687 અજાણ્યા પંજાબ નેશનલ બેંકના ખાતામાં UPI મારફતે ટ્રાન્સફર થયાનું બહાર આવ્યું હતું.

આમ, બંને બનાવોમાં સાયબર ઠગોએ મોબાઇલનો એક્સેસ મેળવી કુલ રૂ.1,34,687ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદો નોંધાઈ છે. પોલીસે અજાણ્યા મોબાઇલધારકો અને બેંક ખાતાધારકોની વિગતોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સુરત : ઉધના વિસ્તારના મસ્તાન નગરમાં મકાન અને દુકાનો ખાલી કરાવવાના મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના ડહેલી ગામમાં નદી ઉપર પુલના અભાવે ગ્રામજનો ધસમસતા પાણીમાંથી નનામી સ્મશાન સુધી લઈ જવા મજબુર.

ProudOfGujarat

વિરમગામ સહિત સમગ્ર જીલ્લામાં સંત રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!