Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ફરી મોત ને વહાલું કરવા જતી મહિલા ને જાગૃત રાહદારીઓએ જીવ બચાવી લીધો હતો.

Share

નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતા હોવાને કારણે આત્મહત્યાના પ્રયાસો અટકતા નથી.

સેમ્પલ ની જાળી લાગ્યા બાદ હવે કાયમી જાળી ક્યારે લાગે તેવા સવાલ ઉઠ્યા હતા.

Advertisement

ભરૂચના પ્રખ્યાત નર્મદા મૈયા બ્રિજ પર આજે ફરી એક વાર જીવન ટૂંકાવવાનો પ્રયાસ થયો હોવાનું વધુ એક બનાવ સામે આવ્યો હતો જો કે જાગૃત રાહદારીઓ અને રીક્ષા ચાલકની સતર્કતા એ એક પરિણીતા મહિલાનો જીવ બચાવી લીધો હતો. એક મહિલા બ્રિજ સાઈડ રૅલીગ પર ચઢીને પરથી ઝંપલાવી જ રહી હતી, એટલામાં ત્યાં હાજર રહેલા રાહદારીઓ અને રીક્ષા ચાલકે તાત્કાલિક દોડ લગાવી તેને કાબૂમાં લીધી અને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા બાદમાં પોલીસને જાણ કરી મહિલાઓને તેમના હવાલે સોંપવામાં આવી હતી. તંત્ર દ્વારા બ્રિજ પર સેફ્ટી એંગલ લગાવવાની મંજૂરી મળી ગઈ છે અને હાલ તેનું સેમ્પલ કામ પણ શરૂ થઈ ગયું છે. તેમ છતાં, નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતા હોવાને કારણે હજુ પણ આત્મહત્યાના પ્રયાસો અટકતા નથી. સ્થાનિક લોકો દ્વારા તંત્ર ઝડપથી સેફ્ટી વોલનું કામ પૂર્ણ કરે અને સુરક્ષાના કડક પગલાં લે તેવી માંગ કરી હતી


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી…

ProudOfGujarat

તાપી: સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું. પોલીસ, એફએસએલના અધિકારીઓએ હાથધરી તપાસ

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જામવાડી ગામે આવેલા શિવમંદિરમાં ગુપ્તધન મેળવવાની લાલચમાં તોડફોડ કરનાર પાંચ શખ્સો ઝડપાઈ ગયા છે.1200 વર્ષ કરતા વધુ પૌરાણિક શિવમંદિરમાં નંદી અને શિવલિંગ નીચે ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કર્યું હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!