Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુરમાં સૂફી સંત પીર ખોજનદીસા બાવા ના સંદલ ની ઉજવણી કરાઈ, દરેક ધર્મના ભાવિકોની બહોળી હાજરી…

Share

ભરૂચના નબીપુર ખાતે આવેલ મહાન સૂફી સંત હઝરત ખોજનદીસા બાવા ની દરગાહ આવેલ છે. જેનો વાર્ષિક ઉર્ષના મોકા ઉપર ગુરુવાર તા. 21 ઓગસ્ટ 2025 નારોજ રાત્રે સંદલ શરીફ ની રસમ અદા કરવામાં આવી હતી. નબીપુરના દાવલશા સ્ટ્રીટમાંથી સંદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્તાના ઉપર પહોંચી સંદલની રસમ અદા કરાઈ હતી. આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશઇમામ, નાયબ પેશઇમામ,  પાટણવાળા બાવા, શીનોરના ગાડીનાશીન સમસાદબાવા સહિત દરેક ધર્મના ભાવિકો ઉમટી પડયા હતા. સંદલ શરીફ ની પૂર્ણાહૂતિ પછી મહેફીલે શમાનો કાર્યક્રમ દરગાહના પ્રાંગણમાં રખાયો હતો…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માંથી ટ્રાફિક ને અડચણ રૂપ લારીઓ ઉપર પોલીસે સપાટો બોલાવી કાર્યવાહી કરતા રસ્તા વચ્ચે ઉભા રહેતા લારી ધારકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો…..

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે જ્યારે તાલુકા કક્ષાએ તા.૨૨/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે

ProudOfGujarat

વાંકલની કોમર્સ કોલેજના બાંધકામ માટે રાજ્ય સરકારે ₹ ૫.૪૮ કરોડ ફાળવી વહીવટી મંજૂરી આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!