Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના ઝનોર ગામ ખાતે રહેતા સોની પરિવાર ગુમ થતા ગામ ના ૧૫ થી વધુ લોકોની નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી…ભોગ બનેલાઓ એ રજુઆત કરી હતી……

Share

:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝનોર એન ટી પી સી નજીક ન્યુ જય ચામુંડા જવેલર્સ ની દુકાન ધરાવતા રવિન્દ્ર ભાઈ અશોક ભાઈ સોની છેલ્લા ત્રણ વર્ષ થી દુકાન ચલાવતા હતા..અને ગામના લોકો તેમની પાસે ગીરવે સોનુ મૂકી તેમજ લગ્ન પ્રસંગ ના દાગીના બનાવવા માટે મસ્ત મોટી રકમ ચૂકવી હતી..પરંતુ છેલ્લા ૨૦ દિવસ ઉપરાંત થી સોની પરિવાર ગામ માંથી ગુમ થઇ જતાં ગામ જનો પોતે છેતરાયા હોવાની શંકાએ ૧૫ થી વધુ લોકોએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે…
જોકે ભોગ બનેલા ૧૫ થી વધુ લોકોએ ભરૂચ ખાતે આવી પોતાની સાથે બનેલી ઘટના અંગે મીડિયાને વાકેફ કરી પોતાની વેદના વ્યક્ત કરી સમગ્ર મામલે ન્યાય ની માંગણી વ્યક્ત કરી હતી…હાલ તો મીડિયા સમક્ષ પોતાની વેદના બાદ હજુ પણ ન્યાય ન મળે તો ઉચ્ચ કક્ષા એ ફરિયાદ કરવાની તજવીજ હાથધરો છે…….

Share

Related posts

ભરૂચ : પ્રેમ સંબંધોના કરુણ અંજામ, બે ઘટનાઓમાં યુવક અને યુવતીએ ગુમાવ્યા જીવ,પોલીસે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા નજીક રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી મારતા નાળામાં પડી.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં ગામડાઓમાં સરકારશ્રીની યોજના મુજબ ખેતીવાડી માટે દિવસે લાઇટ આપવા બાબતે ભારતીય કિસાન સંઘની લેખિત રાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!