Proud of Gujarat
bharuchCrime & scandaldharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જીવનની દશા સુધારવા દશ દિવસ દશામાની પૂજા, હવે મા દશામાની જ દુર્દશા

Share

ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં હાલમાં જ દશામાનો તહેવાર ભારે ભક્તિમય માહોલમાં પૂર્ણ થયો છે. એક તરફ મા દશામામાં આસ્થા ધરાવતાં લોકોએ 10 દિવસ સુધી માતાની આરાધના કરી હતી. પોતાની સુખ, શાંતી અને પ્રગતિ સહિત દરેક લોકોનું સારૂ કરવા માતાજીને પ્રાર્થના કરી હતી. દશ દિવસના આતિથ્ય બાદ શનિવારે રાત્રે માતાજીને નર્મદા નદીમાં વિસર્જિત કરીને લોકોને તેમને ભાવભીનિ વિદાય આપી હતી. માતાજીના વિસર્જન વેળાં નર્મદા નદીમાં પાણીનો આવરો વધું હોવાથી જળસપાટી વધુ હતી. જોકે, હવે પાણી ઓસરતાં હિન્દુઓ અને મા દશામામાં આસ્થા ધરાવતાં લોકોની લાગણી દૂભાય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. નર્મદા કિનારે નદીમાંથી બહાર ખેંચાઇ આવેલી મા દશામાની પ્રતિમાઓની દુર્દશા જોઇને ભક્તોની લાગણી દૂભાઇ હતી.

Share

Related posts

ઝઘડીયા તાલુકાન‍ા ગ્રામીણ વિસ્તારોમાં બસ સેવા વિકસાવવા માંગ.

ProudOfGujarat

વડોદરા : નિરાધાર વડીલોને વિનામૂલ્યે ભોજનની સેવા પૂરી પાડતી શી ટીમ.

ProudOfGujarat

નેત્રંગનાં કંબોડિયા ગામે ટ્રકને અકસ્માત નડતાં ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!