Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ.

Share

જોકે કંપનીમાં જ કામદારોને રહેવાની ફરજ પાડતા ભૂખ તરસ થી એક કામદારની તબિયત પણ લથડી હતી.અને મામલો વધુ બિચક્યો હતો.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં એક કામદારની રજા મુદ્દે મામલો બિચક્યો હતો,અને કામદારોએ કાળી પટ્ટી ધારણ કરીને તારીખ 28મી માર્ચે હડતાલ પર ઉતર્યા હતા,અને કંપની મેનેજમેન્ટનો હુરિયો બોલાવ્યો હતો.

Advertisement

હ્યુબેકમાં ફરજ બજાવતા અને યુનિયન લીડર જગદીશ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે એક કામદારની મેનેજમેન્ટે રજા મંજુર કરી નહોતી,અને કામદારો સાથે અધિકારીઓએ ઉધ્ધતાય ભર્યુ વર્તન કર્યુ હતુ,તેથી કામદારોએ કંપનીમાં કાળી પટ્ટી ધારણ કરીને હડતાલ પર ઉતર્યા હતા,જોકે કામદારોને કંપનીએ જમવા ઉપરાંત પાણી પણ ન આપતા એક કામદારની તબિયત લથડી હોવાનાં આક્ષેપો પણ તેઓએ કર્યા  હતા. જેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

જોકે મામલો વધુ પેચીદો બનતા કામદારો સાથે મેનેજમેન્ટે આખરે સમાધાનની પ્રક્રિયા કરી હતી,અને કામદારોની માંગણીને સ્વીકારતા મામલો થાળે પડયો હતો.અને કામદારો અને કંપની મેનેજમેન્ટ વચ્ચે સર્જાયેલી સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યુ હતુ.


Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડીમાં એસબીઆઇ બેન્કોને મર્જ નહીં કરવા વેપારીઓની માંગ

ProudOfGujarat

શહીદ દિવસ નિમિત્તે ઉમરપાડાનાં વીર સૈનિક દિગ્વિજયસિંહ વસાવાનાં સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની સબ જેલમાં આગામી 31 ઓક્ટોબર સુધી કેદીઓને યોગ ની તાલીમ આપવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!