Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હજી બોનસ અને પગાર ન ચૂકવાતા કર્મચારીઓ અને કામદારોમાં રોષની લાગણી.

Share

દિપાવલી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ જિલ્લા કે જે ઔદ્યોગિક ક્ષેત્રનું હબ ગણવામાં આવે છે અને જ્યાં હજારો એકમો ધમધમે છે તેવા ઔદ્યોગિક જીલ્લામાં આજે પણ મોટાભાગની કંપનીઓમાં કર્મચારીઓને ચાલુ માસનો પગાર તેમજ દીપાવલી પર્વ નિમિત્તે કર્મચારીઓને સરકારી ધારાધોરણ મુજબ ચૂકવવું પડતું બોનસ ચૂકવાયું નથી જેના પગલે કર્મચારીઓ અને કામદારોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે તો બીજી બાજુ કર્મચારીઓ અને કામદારો પાસે નાણાં ન હોવાના પગલે તેઓ દિવાળીની ખરીદી કરી શકતા નથી જેથી ભરૂચ જીલ્લાનાં બજારોમાં હજી ખરીદીની તેજી જણાતી નથી. દિપાવલી પર્વની શરૂઆત થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે ત્યારે બજારમાં ઘરાકી ન થતાં વેપારીઓ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે ત્યારે હાલ લોકો પોતાના બાળકો માટે ખરીદી કરતા હોવાનું જણાઈ રહ્યું છે જેથી બજારમાં થોડા ઘણા અંશે તેજીનો માહોલ જણાઈ રહ્યો છે. વેપારીઓએ દીપાવલી પર્વ નિમિત્તે વેચાણ અર્થે ભરેલ માલ સામાનનું વેચાણ થયું નથી મંદી અને મોંઘવારીના પગલે આવી પરિસ્થિતિનું સર્જન થયું છે.

Advertisement

Share

Related posts

400થી વધુ ડમી સીમકાર્ડથી વોટ્સએપ એક્ટિવ કરી દેશ-વિદેશના સાયબર ઠગોને આપતા ચાર ઝડપાયા : ‘Profit Strategy Room 27’ ગ્રુપમાં શેરબજાર-ફોરેક્સ ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપી રૂ.45.22 લાખની ઠગાઈ; ડમી નંબરો સામે 44 ફરિયાદોમાં રૂ.6 કરોડથી વધુના ફ્રોડની વિગતો બહાર આવી

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં ચોરી કરી તસ્કરો ફરાર…

ProudOfGujarat

ભુવનેશ્વરની KIIT માં 69 મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા)ચેમ્પિયનશિપનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!