Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

જાણો કયા સાપ્તાહિક પેપરોના ડેકરલેશન રદ થયા…..!!!!

Share

વિજયસિંહ સોલંકી , ગોધરા (પંચમહાલ)
મિડીયાએ દેશની ચોથી જાગીર છે.ત્યારે મિડીયાની પણ સમાજના પ્રશ્નોને જવાબદાર તંત્ર સામે રજુ કરી પોતાની સામાજીક જવાબદારી નિભાવાની હોય છે.પણ તેની સામે મિડીયાએ પણ કેટલાક નિતીનિયમો રાખવા પડે છે.જો નીતીનિયમો ન રાખવામા આવે તો પગલા તંત્ર દ્રારા ભરવામા આવે છે.પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેર સહિત જીલ્લા માં પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અને પખવાડીક સમાચાર પત્રો નાં પ્રકાશકો માલિકો અને તંત્રી દ્વારા ગોધરા ખાતે ની પ્રાંત કચેરી માં કરેલ ડેકલેરેશન મુજબ અને પી આર બી એકટ મુજબ પ્રકાશિત કરવામાં આવે છે કે નહી તે અંગેની ની નોટીસ પ્રાંત અધિકારી દ્વારા  ૪૭ જેટલા સમાચારપત્રોને નોટીસ પાઠવ્યા બાદ ચકાસણી કરાતા કરેલ ડેકલેરેશન માં અને પ્રસિદ્ધ કરેલ અંકોમાં ક્ષતી ઓ જણાતા પ્રાંત અધિકારી ગોધરા દ્વારા સાપ્તાહિક અને પખવાડીક સમાચાર પત્રો મળી ૩૮ જેટલા પ્રકાશકો અને માલિકો દ્વારા કરવામાં આવેલ ડેકલેરેશન રદ કરાતા ફફડાટ ફેલાવા પામ્યો છે.જેમા  ૮ જેટલા સમાચારપત્રોના ડેકલેશન માન્ય રાખવામા આવ્યા છે.તેમના માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
    પ્રાપ્ત વિગતો  અનૂસાર ગોધરા શહેર સહિત સમગ્ર  જીલ્લા  માંથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અને પખવાડીક સમાચાર  પત્રો નાં માલિકો એ અને પ્રકાશકો એ અગાઉ ગોધરા ખાતે ની પ્રાંત કચેરીમાં પી આર બી એકટ મુજબ ડેકલેરેશન કર્યું હતું . પ્રકાશકો અને માલિકો દ્વારા કરવામાં આવેલ  ડેકલેરેશન મુજબ પખવાડીક અને સાપ્તાહિક સમાચાર પત્રો  નિયમિત પ્રસિદ્ધ થાય છે કે નહી  ઉપરાંત ડેકલેરેશન માં ઉલ્લેખ કરેલ વિગતો મુજબ  પ્રકાશિત કરવામાં આવે છે કે નહી તેની ચકાસણી અર્થે ગોધરા પ્રાંત કચેરી દ્વારા ૪૭ જેટલા પ્રકાશકો અને માલિકો ને નોટીસ પાઠવામાં આવી હતી જેમાં તેઓ નાં જવાબો અને નિવેદનો બાદ ચકાસણી નાં અંતે ૩૭ જેટલા પ્રકાશકો અને માલિકો દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અંકો અને ડેકલેરેશન માં કરાયેલ ઉલ્લેખ માં વિસંગતા અને ક્ષતી જણાઈ આવતા તમામ નાં ડેકલેરેશન રદ કરવામાં આવતા અન્ય પ્રકાશકો અને માલિકો માં ફફડાટ ફેલાવા પામ્યો છે .અત્રે નોધંનીય છે કે પંચમહાલ જિલ્લામાં પહેલી વાર ૩૭ જેટલા સમાચાર પત્રોના ડેકલેરશન રદ કરવાની આ પહેલી ઘટના છે.

Share

Related posts

રાજપીપળા : મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા દ્વારા પાણીને સાંકળતા વિષયો આધારિત ચિત્રસ્પર્ધાનું આયોજન.

ProudOfGujarat

દામાવાવ પોલિસ સ્ટેશન કર્મીઓ દ્વારા જરૂરિયાતમંદોને 200 રાશનકીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઇવે પર કાયદો વ્યવસ્થાના હેતુથી નવી ચોકીનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!