Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દહેજ સેઝ ૨ માં આવેલ રાલીઝ ઇન્ડીયા કંપનીમાં વહેલી સવારે બ્લાસ્ટ

Share

ધડાકા ભેર થયેલ બ્લાસ્ટના પગલે નાસભાગ અને દોડધામ દ્રશ્યો… સમગ્ર પંથકમાં ભયની લાગણી

Advertisement

આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે ભરૂચ જીલ્લામાં ઔધોગિક પંથક એવા દહેજ સેઝ ૩ માં આવેલ રાલીશ ઇન્ડિયા કંપનીમાં ધડાકા ભેર બ્લાસ્ટ થયો હતો. આગની જવાળા અને ધુમાડા દુર દુરથી દેખાય તેવો દ્રશ્યો સર્જાયા હતા. ધડાકા ભેર બ્લાસ્ટ થતા આજુ-બાજુના ગામના લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. બ્લાસ્ટનાં આગના જવાળા અને ધુમાડા જોતા સમગ્ર પંથકમાં ભય ફેલાયો હતો. આ બ્લાસ્ટ મરીન પોલીસ સુત્રોના  જણાવ્યા અનુસાર રાલીશ ઇન્ડીયા કંપનીનાં પ્લાન્ટમાં પાણી મીક્ષ કરવાની પ્રકિયા દરમ્યાન ટેન્કનું ઢાકણ અચાનક ખુલી જતા જવલનશીલ ગેસ ધડાકાભેર વાઘુતાયો હતો જેથી બ્લાસ્ટ થતા અફરાતફરી નું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનામાં કંપની ના સુત્રોના જણાવ્યા અનુસાર કોઈને ઈજા કે જાનહાની થઇ નથી જો કે આ ઘટના બનતાજ મામલતદાર કક્ષા નાં અમલદારો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


Share

Related posts

ભરુચ પોલીસે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબનીશના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ઝઘડીયા : વણાકપોર ગામે બહારથી આવેલ વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો.

ProudOfGujarat

વડોદરાની નર્સરીઓમાં ઔષધીય વનસ્પતિની માંગને લઈ બે લાખ તુલસીના રોપા ઉછેરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!