Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંક્લેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શિક્ષિકાઓની નિમણુંક  અસામાન્ય……

Share

હાઇકોર્ટનાં  શિક્ષણ વિભાગને નિર્દેશ બાદ ચુકાદો…..

૨૧ અપ્રિલનાં શિક્ષણ વિભાગનાં હુકમથી ચકચાર……

Advertisement

અંક્લેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની શિક્ષિકાઓની નિમણુંક મુદ્દે રાજ્યનાં  શિક્ષણ વિભાગે ૬ શિક્ષિકાઓની નિમણુંકને સામાન્ય  ઠેરાવતો હઉકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અંક્લેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૭ શિક્ષિકાઓની નિમણુંક યોગ્ય લાયકાત અને નિયમો વિના થઇ હોવાના મુદ્દે શિક્ષણ વિભાગેતા.૨૭\૦૭\૨૦૧૦ નાં રોજ આ નિમણુંકોને સામાન્ય  ઠેરાવતો હુકમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો હતો જેનાં અનુસંધાને શિક્ષણ સમિતિએ તા.૦૫\૦૮\૨૦૧૦ નાં રોજ આ હુકમ અનુસાર નિમણુંકો રદ કરી હતી જેની  સામે શિક્ષિકાઓએ હાઇકોર્ટમાં અપીલ કરતાં શિક્ષિકાઓને લિવરિઝર્વ પર રખાઇ હતી.હાઇકોર્ટ તા.૦૩\૧૦\૨૦૧૬ નાં રોજ  મૌખિક આદેશથી શિક્ષણ સમિતિનો આદેશ રદ કરી પાલિકાનાં ખર્ચે શિક્ષિકાઓની ફરજ ચાલુ રાખવા આદેશ કર્યો હતો સાથે જ એક શિક્ષિકા રંજન બેન વૈધની નિમણુંક નિયમિત રીતે થઇ હોવાનું પણ જણાવ્યું હતું.

હાઇકોર્ટનાં આ ચુકાદા સામે અન્ય ૬ શિક્ષિકાઓ સાધનાબેન, સંગીતાબેન હિરાલાલ મોદી,ફરીદાબીબી શેખ,મુદ્રિકાબેન ઘીવાલા, ભાવનાબેન ગાંધી અને પ્રીતીબાળા મોદીએ શિક્ષણ વિભાગનો હુકમ પણ રદ કરવા અરજ કરી હતી. જે સંદર્ભે તા.૦૨\૦૪\૨૦૧૮ નાં રોજ હાઇકોર્ટમાં શિક્ષણ સમિતિનાં શાસનાધિકારી નાયબ શિક્ષણ નિમાયક,પ્રાથમિક શિક્ષણ નિમાયક સહિત તમામ શિક્ષિકાઓને હાઇકોર્ટે સાંભળ્યા બાદ શિક્ષણ વિભાગ ગાંધીનગરનેઆ શિક્ષિકાઓ મુદ્દે નિર્ણય લેવા નિર્દેશ કર્યા હતા6 જે અનુસંધાને શિક્ષણ વિભાગનાં ઉપસચિવબી.વી.રાઠવાએ તા.૨૧\૦૪\૨૦૧૮ નાં  ૬ શિક્ષિકાઓની નિમણુંક અસામાન્ય ઠેરવતો હુકમ કર્યો હતો.સાથે જ લિવ રિઝર્વનો સંપુર્ણ ખર્ચ નગરપાલિકા અંક્લેશ્વરે ભોગવાનો પણ હુકમ કર્યો છે.આ ચુકાદાના પગલે ૬ શિક્ષિકાઓમાં ખેદની લાગણી ફેલાઇ ગઇ છે.


Share

Related posts

નડિયાદ : ઠાસરા તાલુકામાં પતિના ખોટા વહેમના ત્રાસથી યુવતીએ પૂલ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું

ProudOfGujarat

ગોધરા : માં શક્તિ યુવક મંડળનાં યુવાનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આદિવાસી લોકોને ભોજન પૂરું પાડી રહ્યા છે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા મલ્ટી પર્પઝ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!