Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરની ૩.૫૦ કરોડ રૂ. ની લુટ મામલે ઇન્કમટેક્સ ક્યારે જાગશે..?

Share

પોલિસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છતા હજુ તપાસ ટ્લ્લે…

મંદિના સમય મા મનસુખ રાધડિયા પાસે આટ્લાં નાણા ક્યાથી આવ્યા?

Advertisement

 

અંકલેશ્વરની રૂ. ૩.૫૦ કરોડની ચક્ચારી લુંટ કેસમાં રોજ રોજ નવા ખુલાસા સાથે રહસ્ય પણ ઉત્પન્ન થઇ રહ્યા છે પણ ઇન્કમ્ટેક્સ વિભાગ હજૂ ખામોશી ઓધી બેઠુ છે.

ઉધ્યોગપતિ અને જમીન લેવેચનો ધંધો કરનાર મંસુખ રાઘડિયાના ઘરેથી રૂ. ૩.૫૦ કરોડ રોકડા લુટાયા, એનાં આરોપિ પણ ઝડપાય  ગયા તેમ છતાં અનેક સવાલો હજુ પણ અનુત્તર છે. સુત્રો તરફ થી મળતી માહિતી મુજબ આજથી બે વર્ષ પહેલાં મનસુખ રાઘડિયાએ ભવ્ય મકાન માટે પ્લોટ લીધો તો ત્યારે મકાન બનાવવા માં એનાં સારા એવાં નાણાં ખર્ચાય ગયા હતા અને તકલિફ મા હતો હાલમાં ઓધોગિક મંદિનો પણ માહોલ ડિમોનિટાઇઝેશન તેમજ મોંઘવારી અને જી.એસ.ટી જેવા કારણો થી ફેલાયેલો છે. આવી પરિસ્થિતિમાં આવી જંગી રોકડ રકમ મનસુખ પાસે આવી ક્યાથી એ પણ એક પ્રશ્ન છે. વધુમાં મનસુખે ફરિયાદમાં હિસાબની ડાયરી પણ લૂંટાઇ હોવાનૂ જણાવ્યુ હતું. એ બાબત પણ ખુલાસો થયો નથી. આ પેચીદા કેસમાં ઇનકમ્ટેક્સ ડિપાર્ટમેંટ હજુ અગમ્ય કારણસર પ્રકાસમાં આવ્યુ નથી. કેસનીતપાસ કરનાર બરૂચ એલ.સી.બી નાં પી.આઇ. સુનિલ તરડે જણાવ્યુ હતું કે પોલિસ તરફ થી આ અંગે ઇનકમટેક્સ વિભાગ ને જાણ કરી દેવાઇ છે હવે તેઓ આગળની કાર્યવાહી કરશે અને તપાસ કરશે.

જોકે આયકર વિભાગે હજુ સુધી તપાસહાથ ધરી નથી.એક તરફ રોકડ નાણાં ની તંગીછે. કેશલેશની લ્હાય માં એટિએમ કેશલેશ થઇ ગયા છે. મોટાં ભાગનાં એટીએમ ખાલી જોવા મળી રહ્યા છે. ત્યારે આટલી મોટી રકમ મનસુખ પાસે ક્યાંથી આવી? હાલ આયન એક્સચેન્જ સામે મનસુખે મોટુંકામ હાથ પર લીધું છે. ગુજરાતી લેધરકંપની સામે ૧૩૦૦ મીટર નો પ્લોટ પણ લીધો છે. મંદિના આવા કપરા સમય માં મનસુખ રાઘડિયા પાસે નાણાનો ધોધ શી રીતે વહી રહ્યો છે તે દિશામાં પણ ઘનિષ્ઠ તપાસથાય એ અત્યંત અનિવાર્ય છે. હવે ઇનકમટેક્સ ડિપાર્ટ્મેન્ટ અને પોલિસ તપાસમાં આ ખુલાસાં થશે એમ લાગી રહ્યુ છે. ત્યાં સુધી આ રહસ્ય રહસ્ય જ બની રહશે.


Share

Related posts

ભરૂચમાં ઇદે મિલાદના તહેવાર નિમિત્તે મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ નીકળ્યા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!