Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે નિસાચરોએ પોતાનો હાથ ફેરો આજમાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો.

Share

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે પ્લાઝા હોટલ થી ડાભા ચોકડી વચ્ચે બાયપાસ હાઇવે પર આવેલ એસ. કે. શોપિંગ સેન્ટર સહિત અલગ અલગ શોપિંગ સેન્ટરોમાં આવેલ દુકાનોમાં નિસાચરોએ પોતાનો હાથ ફેરો આજમાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો. બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે આવેલ બાયપાસ હાઇવે પર ની ડાભા ચોકડી નજીક ના શોપીંગ સેન્ટરો માં આવેલ અલગ અલગ દુકાનો ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજીત ૬ થી ૭ દુકાનોના તાળા તોડી દુકાનમાં રહેલ રોકડ અંદાજીત ૫૦ હજાર રૂપિયાની ચોરી તથા માલ-સામાન ને નુકશાન પહોચાડ્યું હતું. તો બીજી તરફ આઈસ્ક્રીમ ડિલરના કોલ્ડ સ્ટોરેજ રૂમના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો પણ કઈ ના મળતા સ્ટોરેજનો પાવર સપ્લાય બંધ કરી નાસી જતા આઈસ્ક્રીમ ડિલરને અંદાજીત ૧.૫૦ લાખનું નુકશાન પહોચાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં વારંવાર બનતા ચોરીના બનાવ થી પોલીસની કામગીરી પ્રત્યે નગરજનો માં રોષની લાગણી પ્રવર્તી ગઇ છે અને જંબુસર પોલીસ ના ખોફ વગર તસ્કરો જાણે કે પોલીસ પેટ્રોલીંગ ના પણ ધજાગરા ઉંડાવી રહ્યા હોય અને પોલીસ ને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે………
 

Share

Related posts

ડીસા શહેરમાં હરસોલિયા વાસમાં ગટરનાં પાણી પ્રવાહના કારણે ત્રણ મકાન ધરાશાયી.

ProudOfGujarat

ઉમરપાડાનાં ઉમરઝર પ્રાથમિક શાળાના વય નિવૃત શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : દુષ્કર્મના કેસમાં કપડવંજ નવાગામના એક ઇસમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!