Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ તાલુકાના મેલજ ખાતે આજીવીકા દિવસની ઉજવણી કરવામાં આવી

Share

– ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવીકા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ

 

Advertisement

ન્યુઝ.વિરમગામ

તસવીરઃ- વંદના વાસુકિયા

તાલુકા પંચાયત વિરમગામ મિશન મંગલમ યોજના દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવીકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તારીખઃ- ૦૫/૦૫/૧૮ને શનિવારના રોજ પ્રાથમિક શાળા મેલજ ખાતે સવારે દિપપ્રાગટ્ય કરીને આજીવીકા દિવસના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મેલજ ખાતે વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ જાહિરૂબેન સિદાણીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, વિરમગામ નગરપાલીકા પ્રમુખ કાન્તિભાઇ પટેલ, પ્રાન્ત ઓફિસર આઇ આર વાળા, તાલુકા વિકાસ અધિકારી વસાવા સાહેબ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આજીવીકા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.


Share

Related posts

અંકલેશ્વર ખાતે નવા કોવીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે ધરણાં કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કોહલર કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના તલોદરા ગામમાં બનાવેલા ૧૪૫ બાથિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નં.10 ના પેન્ડિંગ કાર્યો સત્વરે શરૂ કરવા નગરપાલિકા સમક્ષ રજૂઆત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!