Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIA

ભરૂચ ઝાડેશ્વર ગામ ના યુવાને ટેલિવિઝન ની દુનિયામાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી

Share

આગામી ત્રણ નેશનલ સિરિયલ માં રોલ ભજવતો નજરે પડશે આ યુવાન…
ટેલિવિઝન ના પરદા પર ભરૂચ નું નામ ગૂંજતુ કરનાર અને ટેલીવુડ ની દુનિયા માં ઉંચી ઉડાન ભરવા તરફ જઈ રહેલા ભરૂચ ના યુવા કલાકાર સક્ષમ પંડ્યા આગામી દિવસો માં ત્રણ નેશનલ હિન્દી ટીવી સિરિયલ અને “ચાલો દમણ” નામ ની ગુજરાતી વેબ સિરીઝ સાથે રીલ લાઈફ માં ટેલિવિઝન ક્ષેત્રે ભરૂચ નું ગૌરવ વધારવા તરફ જઇ રહ્યો છે…

આજ ના આધુનિક ઈન્ટરનેટ ના યુગ મા અને દોડતી ભાગતી જિંદગી ની દુનિયા માં પણ ટેલિવિઝન દુનિયાની અવનવી સિરિયલોએ લોકો વચ્ચે આજે પણ તેનું અસ્તિત્વ જાણવી રાખ્યું છે….જેમાં વખતો-વખત બદલાતા એપિસોડ થકી અવનવા કલાકારો અવાર નવાર ચર્ચા નું કેન્દ્ર બનતા હોય છે…અને તેઓ ની કલાકારી ના પાત્રો થકી લોકો ની દુનિયા માં એક સ્ટાર અને સુપર સ્ટાર ની ઇમેજ ધારણ કરી સામાન્ય જનતા વચ્ચે આકર્ષણ ઉભું કરતા હોય છે…

પરંતુ એ સ્ટાર ની રિયલ લાઈફ અને તેની કામ કરવાની પદ્ધતિ તેમજ તેઓ ની ટેલીવુડ સુધી ની સંઘર્ષભરી સફર ને અમુક જ લોકો જાણતા હોય છે ….અને આજે અમે પણ એક એવા જ શખ્સ ની વાત કરવા જઇ રહ્યા છે જે માં નર્મદા નદી ના દીકરા સમાન ભરૂચ શહેર થી આજે ટેલીવુડ ની દુનિયામાં ટેલિવિઝન ની સ્ક્રીન ઉપર દેખાઈ શહેર જીલ્લા નું તેમજ ટીવી ની દુનિયા માં ટેલેન્ટેડ ગુજરાત નું નામ ગુંજતું કરી રહ્યો છે …….
ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ સાંઈ દર્શન બંગ્લોઝ માં રહેતા અને ટેલીવુડ ની દુનિયા સુધી મુંબઈ માં પિત્ઝા વેચવા જેવા સંઘર્ષ કરી ટીવી પરદા પર પહોંચેલા સક્ષમ પંડ્યા આગામી ત્રણ જેટલી અલગ અલગ સિરિયલો ના એપિસોડ માં જોવા મળશે તેમજ  આગામી દિવસો માં ચાલો “દમણ નામ” ની ગુજરાતી વેબ સિરીઝ પર યુ ટ્યુબ ના માધ્યમ થકી લોકો વચ્ચે ધૂમ માચાવશે જેમાં મોટા ભાગે ભરૂચ ના કલાકારોને સ્થાન આપવામાં આવ્યું છે…
સંઘર્ષ કરી ટેલીવુડ ની દુનિયા માં મુંબઈ ખાતે થી ટેલિવિઝન ની સ્ક્રીન ઉપર આવી દેશ ભર માં તેઓના ટેલેન્ટ થકી લોકો માં આકર્ષણ ઉભું કરનાર અને મૂળ ભરૂચ ના યુવા કલાકાર સક્ષમ પંડ્યા સાથે મુલાકાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે આગામી દિવસો માં તેઓ ભરૂચ ના કલાકારો ને ટેલીવુડ અને બૉલીવુડ ની દુનિયા સુધી પહોંચાડવાનું સપનું જોયું છે જે સંઘર્ષ કરી તેઓ એ આજે જે મુકામ હાસિલ કર્યું છે તે મુકામ ને હાસિલ કરવા માટે અને તેઓ ટેલેન્ટ ધરાવતા ભરૂચ ના લોકો માટે તેઓના સપના સહેલાઈથી સાકાર થઇ શકે તે માટે તેઓ ભરૂચ માં અલગ અલગ સ્થળો ઉપર તેઓના ટેલન્ટ થકી કોચિંગ ક્લાસ પણ આપી રહ્યા છે……
મુંબઈ ખાતે રહી ને ટેલીવુડ ની દુનિયા માં એન્ટ્રી કરનાર સક્ષમ પંડ્યા એ જણાવ્યું હતું કે ભવિષ્યઃ માં ગુજરાતી અથવા હિન્દી ફિલ્મી દુનિયામાં પણ તેઓ એન્ટ્રી કરી શકે છે ..હાલ તો ભરૂચ તેના ઘરે આવેલા સક્ષમ પંડ્યા એ પત્રકારો સાથે મુલાકાત કરી હતી અને વર્ષો ના ટેલીવુડ લાઈફ ના તેઓના સફર અંગે તેઓ ના પ્રતિભાવો જણાવ્યા હતા……….
તો બીજી તરફ ચાલો દમણ નામ ની ગુજરાતી વેબ સિરીઝ થકી અભિનય ની શરૂઆત કરનાર વડોદરા ખાતે રહેતી સ્હેલિંગ એ પણ ટેલિવિઝન ની દુનિયા માં જવા સાથે અને ટેલેન્ટેડ લોકો સાથે કામ કરવા અંગે તેઓના પ્રતિભાવો જણાવ્યા હતા…અને ભરૂચ ખાતે ઘણા કલાકારો છે અને સુંદર ટેલેન્ટ ધરાવે છે…તેમ તેઓ એ જણાવ્યું હતું સાથે સાથે તેઓ ના આગામી ફિલ્મી લાઈન ના કેરીયર વિષે પણ ચર્ચા કરી હતી.અને વધુ મહેનત સાથે આગામી સમય માં તે પણ ટીવી ક્ષેત્ર માં ઝંપલાવવાની આશાઓ વ્યક્ત કરી હતી………..
હાલ તો ભરૂચ ના યુવા કલાકાર અને ટેલીવુડ ની દુનિયા માં પકડ જમાવનાર સક્ષમ પંડ્યા ભવિષ્યઃ માં ટેલીવુડ-બૉલીવુડ-સહીત ના ફિલ્મી પરદાઓ ઉપર તેઓની કલાકારી થકી ભરૂચ નું નામ ફિલ્મ જગત માં ગૂંજતુ કરે અને ભરૂચ ના ટેલેન્ટેડ લોકો ને પણ તેઓના ટેલેન્ટ થકી ફિલ્મી જગત તરફ લઇ જઇ શહેર જીલ્લા નું નામ રોશન કરે તેવી આશાઓ હાલ ફિલ્મી દુનિયા ની ઉડાન ભરી રહેલા આ યુવા કલાકારો પાસે થી રાખી શકાય તેમ છે….સાથે જ આ પ્રકાર ના યુવા કલાકારો ને પ્રોત્સાહન આપવા માટે લોકો એ પણ આગળ આવવું જરૂરી જણાઈ આવે છે……..
Advertisement

Share

Related posts

ભરૂચ : રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓને ફળ અને ડ્રાયફ્રૂટ તથા દુધ સહિત રેઇનકોટ વિતરણ કરાયું.

ProudOfGujarat

ઉમરપાડામાં રાષ્ટ્રપતિ પદના વિજેતા દ્રોપદી મુર્મૂના માનમાં અભિનંદન રેલી યોજાઈ.

ProudOfGujarat

નડિયાદમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!