Proud of Gujarat
GujaratFeaturedINDIASport

મહિલા ટી-20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનાર રાધા યાદવ રહે છે ભાડાના મકાનમાં, પિતા ચલાવે છે દુકાન

Share

વડોદરાઃ આગામી 9 નવેમ્બરથી આઇસીસી વિમેન્સ ક્રિકેટ ટી-20 વર્લ્ડકપ રમાનાર છે. જેમાં વડોદરા મહિલા ટીમની કેપ્ટન અને ઓલરાઉન્ડક રાધા યાદવનો સમાવેશ થયો છે. રાધા એક સમયે તેની સોસાયટીમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી રાધાના ક્રિકેટ રમવાનો ખર્ચ તેના કોચે ઉઠાવ્યો હતો. અને આજે મૂળ મુંબઇની રાધા વિશ્વભરમાં નામ રોશન કરી રહી છે. રાધા યાદવના પિતા મુંબઇમાં નાનકડી દુકાન ચલાવે છે. અને રાધા ક્રિકેટ રમવા માટે પોતાની માતા સાથે વડોદરાના ગોરવા વિસ્તારમાં ભાડેથી રહે છે.

Advertisement

મહિલા ટી-20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનાર રાધા યાદવ રહે છે ભાડાના મકાનમાં

મૂળ મુંબઇની અને 4 વર્ષથી વડોદરામાં રહેતી રાધા યાદવની આગામી 9 નવેમ્બરથી વેસ્ટ ઇન્ડિઝ ખાતે શરૂ થઇ રહેલા આઇસીસી વિમેન્સ ક્રિકેટ ટી-20 વર્લ્ડકપ માટે થઇ છે. જેને કારણે યાદવ પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે. રાધા યાદવને નાનપણથી જ ક્રિકેટ રમવાનો ભારે શોખ હતો. રાધા 11 વર્ષની હતી. ત્યારે તે સોસાયટીમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. આ સમયે રાધાના કોચે તેના પિતાને કહ્યું હતું કે, તમારી દીકરી સિઝન બોલથી રમી શકે તેમ છે. પરંતુ રાધાના પરિવારની આર્થિક સ્થિતી સારી નહોતી. જેથી તેના પિતા રાધાની કિટ પણ ખરીદી શકે તેમ ન હતા. તે સમયે રાધાના કોચે તેના ક્રિકેટનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. ત્યારબાદ રાધાએ અથાગ મહેનત કરીને મુંબઇની ટીમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી વડોદરા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. બીસીએના ઇતિહાસમાં રાધા વર્લ્ડકપની ટીમમાં પસંદ થયેલી પહેલી મહિલા ક્રિકેટર છે…સૌજન્ય D.B


Share

Related posts

પી.એમ મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવિન PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.

ProudOfGujarat

પાલેજ ૧૦૮ નો કર્મચારી કોરોના પોઝિટિવ- તબિયતમાં સુધારો.

ProudOfGujarat

ભરૂચ – નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા કૃષિ બચાવ અભિયાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!