Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ગ્રામ્ય વિસ્તારોમાં સવાર થી વીજ કંપની ના દરોડા..અલગ અલગ ટીમો દ્વારા પોલીસ કાફલા સાથે ચેકીંગ હાથ ધરાયુ…….

Share


જાણવા મળ્યા મુજબ આજ રોજ વહેલી સવાર થી જ દક્ષીણ ગુજરાત વીજ કંપની ની અલગ અલગ ટીમો એ પોલીસ કાફલા ને સાથે રાખી ભરૂચ જિલ્લાના દહેગામ.કરમાડ.વહાલુ.દયાદરા.સહિત ના ગામો માં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું……..
સવાર સવાર માં મોટી સંખ્યામાં વીજ કંપનીની ટિમો સાથે પોલીસ કાફલો ગામોમાં ઘૂસતા ખળભળાટ મચ્યો હતો ..તો બીજી તરફ વીજ કંપની ના અચાનક પડેલા દરોડાના કારણે વીજ ચોરી કરતા લોકો પર તવાઈ બોલાવી મોટી માત્ર માં દંડ થાય તેવી શક્યતાઓ લગાવાઈ રહી છે……..
અચાનક દક્ષિણ ગુજરાત વીજ કંપની ના દરોડાઓથી વીજ ચોરો માં ફફડાટ ની લાગણી છવાઇ હતી..તો ભરૂચ ના એક ગ્રામ્ય વિસ્તાર માં વીજ કંપની સામે ન પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા ગામ લોકો એ વીજ ચેકિંગ ગયેલ કર્મચારીઓને પહેલા તેઓના પ્રશ્ર્નો નું નિરાકરણ લાવો બાદ માં ચેકીંગ કરવા આવો તેમ કહી ગામ ની બહાર કાઢ્યા હોવાનું જાણવા મળ્યુ હતું……..

Advertisement

Share

Related posts

દહેજની ખાનગી કંપની દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાધન સહાય

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકની બેગ રાખતા દુકાનદારો ને દંડ ફટકારવામાં આવ્યો..

ProudOfGujarat

ભરૂચ પાલિકા વોર્ડ-2માં કોંગ્રેસમાં મેન્ડેટ વિવાદ વચ્ચે અન્ય કેટલાંક ઉમેદવારોને મેન્ડેડ નહીં મળતાં ઉમેદવારી રદ થવાના એંધાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!